Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ડોકટરો, નર્સો, બીમાર વગેરેને કર્ફયુમાં ન રોકવા પોલીસને આદેશ

રાજકોટ,તા.૨૫: રાજ્ય સરકારે આવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને કર્ફયુને હેરાનગતિ ન થાય તે માટે આજે ગૃહવિભાગ ઉપસચિવ પંકજ દવેની સહીથી તમામ શહેર જિલ્લાના પોલીસ વડાઓ જોગ પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે.

પરિપત્રમાં જણાવ્યું છે કે રાત્રીના ૭:૦૦થી સવારના ૭:૦૦ દરમ્યાન કર્ફયુનો કડક અમલ કરવાનો રહે છે. જો કે આ સમયગાળા દરમ્યાન આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પઢતી નથી. આમ છતાં એ બાબત ધ્યાને આવેલ છે કે આવશ્યક સેવા ખાસ કરીને તબીબો, નર્સો તથા સીનીયર સીટીઝન, બિમાર વ્યકિતની દેખભાળ, સારવારમાં સંકળાયેલા વ્યકિતઓને તેમની ફરજ પર જતાં/ પરત ફરતા બિન જરૂરી રીતે અટકાવવામાં આવે છે. આ પ્રકારની ફરિયાદો ઉભી ન થાય તે માટે ખાસ કાળજી લેવી.

(3:55 pm IST)