Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કોરોના સામે લડવાનો અમોધ શસ્ત્ર છે અનુકંપા : આપણું સુખ કોઇના દુઃખનું કારણ બની શકે છે : પૂ. નમ્ર મુનિ મ.સા.

અનુકંપાનો અજોડ જીવનમંત્ર આપીને રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમૂનિ મ.સા.એ ભાવિકોને કોરોના અને જીવ હિંસાથી બચવાનો અનુરોધ કર્યો

રાજકોટ, તા. રપ : સમગ્ર  વિશ્વમાં ભયાનકતા પ્રસરાવી રહેલી કોરોના મહામારીના આ સમયમાં દરેક જીવ જયારે અશાતા અને અશાંતિનો અનુભવ કરી રહ્યાં છે ત્યારે હજારો ભાવિકોને અનુકંપાવાન બનીને સુક્ષ્મ જીવોની રક્ષા દ્વારા અશાતાથી મુકત, શાતાથી યુકત અને સમાધિવાન બનવાની પ્રેરણા આપતો અનોખો કાર્યક્રમ સેવ લાઇફ સેવ સેલ્ફ રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમુમિ મહારાજ સાહેબેના સાંનિધ્ય આયોજીત કરવામાં આવ્યો હતો.

 

અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, સિંગાપોર, દુબઇ, સુદાન, અબુધાબી, આદિ વિશ્વના અનેક અનેક ક્ષેત્રો ઉપરાંત સમગ્ર ભારતના જોડાઅયેલા હજારો ભાવિકોએ દિવ્યતાની અનુભૂતિમાં કરેલ. રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવના બ્રહ્મનાદે વિશિષ્ટ મુદ્રા સાથે શ્રી નમસ્કાર મહામંત્ર, શ્રી લોગસ્સ સુત્ર તેમજ મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના કરાવવામાં આવી હતી.

કોરોના મહામારી સામે ઝઝુમી રહેલા વિશ્વના અનેક ભાવિકો જયારે ધર્મ અને પરમાત્માનું આલંબન પામવાં ઝુકી રહ્યાં છે ત્યારે પરમ ગુરૂદેવે મંત્ર સાધના દ્વારા પરમાત્માની સ્તુતિ ભકિત કરતા આત્મશુધ્ધિ કરવાની પ્રેરણા આપી હતી. મંત્રને અનેક ઉર્જા શકિત સ્વરૂપે ઓળખાવીને પરમ ગુરૂદેવે માત્ર કંઠથી નહીં પરંતુ સમગ્ર અસ્તિત્વને જોડીને મંત્ર તરંગોને પ્રસરાવતાં પ્રસરાવતાં સમાધિ પ્રાપ્ત કરવાનો બોધ આપ્યો હતો.

આ અવસરે જાગૃતતા અને જતનનો બેજોડ મંત્ર આપીને રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવે અન્ય જીવોની રક્ષા દ્વારા સ્વયંની રક્ષા કરવાની સમજ આપતા કહ્યું હતું કે, આપણે જેવું કરીએ છીએ, તેવું જ પામીએ છીએ. અન્યને દુઃખ આપ્યાં વિના આપણને કદી દુઃખ મળતુ નથી. આપણા સમાજમાં દયા અને અનુકંપાના સંસ્કારોના કારણે કદાચ આપણે મોટા જીવોની હિંસાથી તો બચી શકયા છીઅ પરંતુ આપણી અજ્ઞાનતા અને અણસમજના કારણે આપણા સુખ માટે અન્યની ખુશીનું ખુન કરી દેતા હોઇએ છીએ પરંતુ પરમાત્મા કહે છે, કોઇની ખુશીને છીનવી લઇશ તો તારી ખુશી પણ છીનવાઇ જશે, કોઇને મારીશ તો તારે પણ મરવું જ પડશે માટે જ જીવનમાં પળે પળે જીવોની જતના રાખીએ, જાગૃત રહીએ કેમકે જે બીજાને બચાવે છે તે જ બચી શકે છે. આજના આ કાળમાં અન્યને બચાવવું તે જ કોરોનાથી બચવાનો ઉપાય છે. આજના આ કાળમાં જન્મ લેનારા જીવોએ ભૂતકાળમાં અવશ્ય કોઇને આ શાતા આપી હશે જેના કારણે આજે કોરોના મહામારીથી ડરી ઙ્ગડરીને સહુને જીવવું પડે છે. આપણે જેવું કરીએ છીએ એવું જ રિવર્સ મળતું હોય છે. આપણે સુક્ષ્મ જીવોને અશાતા અને વેદના આપી હશે માટે જ આજે સુક્ષ્મ કોરોના જેવા જીવથી હેરાન થઇ રહ્યા છીએ. દુઃખ એને જ મળતુ હોય છે જેણે બીજાને દુઃખી કર્યા હોય. માટે જ, આપણું જીવન કોઇના મૃત્યુનું કારણ ન બને આપણો  શું કોઇના દુઃખનું કારણ ન બને, આપણું સુખ કોઇના દુઃખનું કારણ ન બને, એવી જાગૃતતા રાખીએ, સુક્ષ્મથી સુક્ષ્મ જીવોને પણ રક્ષા કરીએ નાના જીવો કે મોટા જીવોને પણ રક્ષા કરીએ. નાના જીવન કે મોટા જીવની સાથે સુક્ષ્મ જીવો પ્રત્યે પણ રક્ષાનો અંતરની અનુકંપાનો ભાવ તે કોરોના સામે લડવા માટેનું અમોધ શસ્ત્ર છે. જે બીજાની રક્ષા કરે છે તે જ સુરક્ષિત રહી શકે છે. કેમકે અન્યની રક્ષા કરવામાં જ સ્વયંની રક્ષા કરવાની વાસ્તવિકતા સમાએલી છે.

જીવ હિંસાથી આત્માને મુકત કરાવી દેનારા પરમ ગુરૂદેવના આવા અમૂલ્ય બોધ વચનોના પ્રાગગટય સાથે આ અવસરે પૂજય મહાસતીજીઓ પૂ. શ્રી પરમ સમાધિજી મહાસતીજી, પૂ. શ્રી પરમ દિવ્યતાજી મહાસતીજી પૂ. શ્રી પરમ ઋષિતાજી, પૂ. શ્રી પરમ અનુભૂતિજી મહાસતીજી તેમજ શ્રી પરમ શ્રુતિકાજી મહાસતીજીએ બોધ વચન આપેલ.

(3:54 pm IST)