Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો ઝળકયા : ધો.૧૨ સાયન્સમાં ૯૯.૩૧ પીઆર લાવ્યા : સતત ૨૦ માં વર્ષે ૧૦૦% પરિણામ

રાજકોટ : ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર થતા આર્થિક રીતે નબળા પરિવારોને ધો.૮ થી ૧૨ સુધી વિનામુલ્યે શૈક્ષણિક સુવિધા પુરી પાડતા પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના છાત્રોએ ૯૯.૩૧% પર્સન્ટાઇલ રેન્ક મેળવી સંસ્થાનું નામ રોશન કર્યુ છે. જેમાં ધો.૧૨ સાયન્સ એ ગ્રુપમાં વડગામા સિધ્ધાર્થ, પરમાર દેવેન, ડોડીયા મનન, અકબરી ભાર્ગવ, જેઠવા હિતેષ, રાદડીયા યશએ ૯૯.૩૧% પર્સન્ટાઇલ રેન્ક તેમજ બી ગ્રુપમાં કટારીયા નંદની, વાઢેર ભાર્ગવ, ખીમસુરીયા પૂર્વીશાએ ૯૨.૬૧% પર્સન્ટાઇલ રેન્ક મેળવી સંસ્થાનું ગૌરવ વધારેલ છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓના ઘડતરની વ્યકિતગત કાળજી લેવા ટ્રસ્ટી શ્રીમતિ અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ અન્ય ટ્રસ્ટીઓ મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી, અમિનેષ રૂપાણી, પ્રોજેકટ ઇન્ચાર્જ અરવિંદભાઇ બગડાઇ, કમીટી મેમ્બર્સ જયેશભાઇ ભટ્ટ, હિંમતભાઇ માલવિયા, સી. કે. બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ, હસુભાઇ ગણાત્રા વગેરે જહેમત ઉઠાવી રહ્યા હોવાનું સંસ્થાના વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ (ફોન ૦૨૮૧ ૨૭૦૪૫૪૫) ની યાદીમાં જણાવાયુ છે.

(3:52 pm IST)