Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

નવસેકુ પાણી પીવુ, કોગળા કરવા, નાકમાં ઘી કે તેલ લગાવવું

ખરીદી કરાયેલ વસ્તુઓને મીઠાવાળા પાણીમાં નાંખીને પછી જ ઉપયોગ કરવો

રાજકોટ, તા.૨૫: અત્યાર સુધી તો લોકડાઉન હતું એટલે આપણે બધા ઘરની અંદર સલામત હતા જાન અને જહાંન બંને ને બચાવવા માટે લોકડાઉન ખુલી ગયું હોવાથી લોકો એકાએક ઘરની બહાર આવી ગયા હોય એવા દૃશ્યો જોવા મળે છે. જેથી સોસ્યલ ડીસ્ટન્સીંગનો અભાવ પણ જોવા મળી શકે. તેથી હવે જ કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ વધી જવાની પુરેપુરી શકયતા છે.

એક મળેલી માહિતી પ્રમાણે આજે મુંબઈની હોસ્પિટલોમાં જગ્યા રહી નથી. એમ્બ્યુલન્સ માટે પણ ઘણો વેઇટિંગ સમય લાગે છે. નવા પેશન્ટને તેમના ઘરમાં જ અન્ય લોકો સાથે છોડી દેવામાં આવે છે. ડોકટરો પણ આટલા દર્દીઓને પહોંચી વળી શકે તેમ નથી. વેન્ટીલેટર પણ ઓછા પડે છે. આવતા દિવસોમાં કદાચ અમદાવાદમાં પણ આવી પરિસ્થિતિ થઇ શકે. તેથી આપણે થોડીક સાવચેતી રાખવી જોઈએ.

(૧)કામ વગર ઘરની બહાર નીકળવુ નહીં (૨) ગરમીના દિવસો છે એટલે નવશેકા પાણીના કોગળા કરીને નવશેકુ પાણી પીવાનો આગ્રહ રાખવો. તેમાં આદુ,હળદર,સુઠ જેવી ઔષધિઓનો પણ ઉમેરો કરી શકાય. હળદર વાળું દૂધ પણ પી શકાય.

જો બહાર નીકળવાનું થાય તો (૩) શકય હોય તો બંને નાકમાં ઘી અથવા કોઈ પણ તેલ લગાવવું (૪)કાનમાં રૂ ના પુંભળા ભરાવવા (૫) મોઢા ઉપર માસ્ક અથવા રૂમાલ બાંધીને જ નિકળવુ. ઉનાળો છે તેથી મોઢા ઉપર રૂમાલ બાંધવામા આવે તો કાન પણ ઢંકાઈ જાય છે જેથી લુ લાગવાની શકયતા ઘટી જાય છે (૬)ઘરે આવી ત્યારે સાબુથી હાથ ધોવાનુ ભુલવું નહીં (૭) હાથ ધોયા પછી એક કપ જેટલું નવશેકું ગરમ પાણી પી લેવું (૮) રાત્રે સુતા પહેલા મીઠાંનાં પાવડર નું બ્રશ કરીને નવશેકુ પાણી પીવુ (૯)દિવસમાં ત્રણેક વખત નવશેકા પાણીમાં મીઠું નાખીને તેના કોગળા કરવા (૧૦)સોશ્યલ ડિસ્ટન્સીગ જાળવવુ (૧૧)ખરીદ કરવામાં આવેલી વસ્તુઓને મીઠાવાળા પાણીમાં નાખીને પછી ઉપયોગ કરવો. (૧૨) આયુષ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડ લાઈનને અનુસરવુ કોરોનાથી ડરવાની જરૂર નથી એમ ઓવર કોન્ફિડન્સમાં પણ ના રહેવું.

ડો.જીજ્ઞેશ હરખાણી

M.B.B.S. ગવર્મેન્ટ હોસ્પિટલ ગાંધીનગર

મોઃ૯૫૭૪૦૦૮૧૮૬ (ર) ડો.નૈમિષ જાવિયા M.B.B.S પોસ્ટ ગ્રેજયુએટ સ્ટુડન્ટ પુના મોઃ૭૯૮૪૫૧૯૫૯૫ (૩) ડો.એલ્વીશ દેત્રોજા M.D. આયુર્વેદ ગવર્મેન્ટ હોસ્પિટલ જુના વાદ્યણીયા મોઃ૯૪૨૯૭૧૩૭૫૭ (૪) ડો.કિરીટ પટેલ B.A.M.S. આયુર્વેદ જુનાગઢ મોઃ૯૪૨૬૯૯૫૦૮૯

આલેખન

અશ્વિન ભુવા

મોઃ૮૩૨૦૫૫૬૦૧૨

(3:50 pm IST)