Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

દિલ્હીની જેમ રાજકોટનાં કોરોનાં મુકત વિસ્તારમાં મોર્નિંગ વોક માટે ગાર્ડન-પાર્કસ ૩ કલાક ખોલો

કસરત-શુદ્ધ હવાથી લોકોની તંદુરસ્તી વધશે : કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયા અને પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટીની માંગ

રાજકોટ, તા. રપ :  શહેરમાં જે વિસ્તારો કોરોનાં મુકત છે ત્યાં સવારે ૩ કલાક માટે બગીચા અને પાર્કસ મોર્નિંગ વોક માટે ખોલવા કોંગ્રેસનાં વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા ત્થા શહેરનાં પૂર્વ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટીએ માંગ ઉઠાવી છે.

આ અંગે કોંગી આગેવાનોની સંયુકત યાદી જણાવે  છે કે સમગ્ર રાજકોટ શહેરમાં કોરોના મહામારીને પગલે લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે શહેરમાં યુવાનો, મહિલાઓ અને વૃદ્ઘો જેઓ દ્યણા વર્ષોથી મોર્નિગ વોક અને કસરત કરવા માટે ટેવાયેલા છે તેમજ પોતાની દિનચર્યા શરુ કરે છે ત્યારે લોકડાઉનના પગલે લોકો છેલ્લા બે માસથી દ્યરમાં પુરાઈ રહ્યા છે અને અમુક લોકોને સ્થૂળતા અને આળસનો ભોગ બન્યા છે તે પગલે લોકોમાં મોર્નિગ વોક કરવાની વ્યાપક માંગ ઉઠી છે.

લોકડાઉન ના ચોથા તબક્કામાં પ્રતિબંધોમાં ઢીલ અપાઈ છે ત્યારે દેશભરમાં તેની અસર જોવા મળી છે જયારે દિલ્લીમાં દિલ્લી મહાનગરપાલિકા દ્વારા NDMC વિસ્તારમાં પાકર્સ અને ગાર્ડનને ખોલવા નિર્ણય લેવામાં આવ્યો છે જેથી લોકો સવારે ૭ થી ૧૦ વાગ્યા સુધીમાં મોર્નિંગ વોક કરી શકે, હરીફરી શકે અને વ્યાયામ કરીશકે.

આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમુક નિયમો અને ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ અને લોકડાઉન સંબંધિત તમામ પગલા અને નિયમો રાજકોટવાસીઓ પાડશે તેવી ખાતરી રાજકોટના લોકો વતી અમે આપીએ છીએ અને રાજકોટવાસીઓ દ્યણા લાંબા સમય પછી ખુલ્લી હવામાં શ્વાસ લે તેવી લોકોની લાગણી અને માંગણી છે તેમ યાદીનાં અંગે જણાવાયું છે.

(3:57 pm IST)