Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ઓન્લી વન

કોરોનાની મહામારી અંતર્ગત લોકડાઉન-૦૪માં મળેલી શરતી છૂટછાટ અંતર્ગત રિક્ષા અને કારમાં ડ્રાઇવર સહિત ત્રણ લોકોને જ મુસાફરી કરવાની મંજુરી આપવામાં આવી છે. આ કારણે રિક્ષા ચાલકોને તકલીફ તો ભોગવવી જ પડી રહી છે. કારણ કે સામાન્ય દિવસોમાં ત્રણથી પણ વધુ મુસાફરો ભરીને અલગ-અલગ નક્કી કરેલા પાટા પર રિક્ષા દોડાવી પેટીયુ રળતાં રિક્ષા ચાલકો હાલમાં બે તો બે...ધંધો તો ચાલુ થયો...તેવો સંતોષ માની નિયમો મુજબ રિક્ષા ચલાવી રહ્યા છે. તસ્વીરમાં દેખાતી રિક્ષામાં બે પણ નહિ, ઓન્લી વન...એટલે કે એક જ મુસાફર છે. આ પણ રિક્ષા ચાલકના કુટુંબનો ટાબરીયો હોય તેમ સમજાય છે. ચાલક જાણે કહે છે-બે મુસાફરની ભલે છુટ હોય, મેં તો એકને જ બેસાડેલ છે. ચાલક અને પાછળ બેઠેલા ટાબરીયા બંનેએ રૂમાલથી પોતાના મોઢા-નાક ઢાંકી રાખ્યા છે તે ખુબ સારી બાબત છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(2:49 pm IST)