Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

આખા ગુજરાતની દ્રષ્ટીએ સૌરાષ્ટ્ર કચ્છની સ્થિતિ પ્રમાણમાં સારી હોય દુકાનો સાંજે ૭ સુધી ખુલ્લી રાખવા છુટ આપો

તંત્રીશ્રી,

સૌરાષ્ટ્ર કચ્છમાં આજ સુધી ટોટલ ૪૮૧ કેસ હોવાથી દુકાનો સાંજે ૭ સુધી અને મેડીકલ સ્ટોર રાત્રે ૮ સુધી ચાલુ રાખવાની મંજુરી આપવી જોઇએ. કર્ફયુનો સમય રાત્રે ૯ થી સવારે ૬ સુધીનો કરવો જોઇએ. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૩૬૬૯ કેસ નોંધાયા તેમાંથી સૌરાષ્ટ્રના કેસ અલગ કરવામાં આવે તો ગુજરાતના ૧૩૬૬૯ કેસમાંથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જ ૧૩૧૮૯ કેસ છે. જયારે સૌરાષ્ટ્ર કચ્છના ફકત અત્યાર સુધીમાં ૪૮૧ કેસ બોલે છે. મતલબ ટોટલ કેસના ૩ % કેસ જ સૌરાષ્ટ્ર કચ્છમાં નોંધાયા છે. ત્યારે સ્થિતી સારી જોતા વેપારીઓને વધુ ૩ કલાક વેપાર કરવાની છુટ આપવી જોઇએ. ખાસ કરીને ગામડા અને તાલુકાના હાટ બજારો છે ત્યાં એટલે કે ગામડાના વેપારી ૪ વાગ્યે પોતાની દુકાન બંધ કરી શહેર અને તાલુકા કક્ષાએ ખરીદી માટે પહોંચે તો ત્યાં બજારો બંધ હોય છે. વળી હાલ કાળઝાળ ઉનાળો ચાલેછે. બપોરે ર થી ૪ હીટવેવ જેવી સ્થિતી હોય છે. આ બધી બાબતોનો વિચાર કરીએ તો વેપારીઓને સાંજે ૭ સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી મળવી જોઇએ. હાલ મેડીકલ સ્ટોર પણ સાંજે ૭ વાગ્યે બંધ થઇ જાય છે. કર્ફયુના કારણે પોલીસ પણ દુકાનો બંધ કરાવી જાય છે. દરેક એરીયામાં ડોકટરોના કિલનીક ૮.૩૦ થી ૯ વાગ્યા સુધી ચાલુ રાખવા પડે છે. ત્યારે આ દર્દીઓને દવા લેવા સાંજે ૭ પછી નિકળવાનું થાય તો મેડીકલ સ્ટોર બંધ થયા ગયા હોય છે. જેથી મેડીકલ સ્ટોર રાત્રે ૮ સુધી ખુલ્લા રાખવાની મંજુરી આપવી જોઇએ. એ જ રીતે દવાના વેપારી બીજા જિલ્લામાં ખરીદી કરવા જાય કે ખેડુતો માલ વેચવા બીજા જીલ્લામાં જાય તો રાતવાસો કરી શકે તે માટે હોટલ ઉદ્યોગને પણ સોશિયલ ડીસ્ટન્સની શરતે છુટ આપવા મારૂ નમ્ર સુચન છે.

- દીલીપ ચતવાણી

 

(1:42 pm IST)