Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

માર્કેટ યાર્ડના ગેઇટ પર યાર્ડના કર્મચારીઓની ફરજમાં રૂકાવટઃ બૂટલેગર પિતા-પુત્રોની શોધખોળ

અગાઉ પોલીસમેન પર હુમલો કર્યો હતોઃ દારૂના ગુનાઓમાં સંડોવણી

રાજકોટ તા. ૨૫: જુના માર્કેટ યાર્ડના આરટીઓ પાસેના ગેઇટ પર રવિવારે સાંજે અગાઉ દારૂના ગુનાઓમાં સંડોવાઇ ચુકેલા અને પોલીસની ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં પણ ચડી ચુકેલા દિલીપ ચંદારાણા તથા તેના પુત્રો પ્રતિક અને નિલેષ તથા એક અજાણ્યા શખ્સે ફરીથી ડખ્ખો કર્યો હતો. ફરજ પરના યાર્ડના બે કર્મચારી સાથે આ બધાએ ડખ્ખો કરી મારામારી કરી ઢીકા-પાટુનો માર મારી તેમજ પાઇપથી ટુવ્હીલરમાં તોડફોડ કરી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે કુવાડવા રોડ શિવધારા રેસિડેન્સી શેરી નં. ૭માં રહેતાં અને યાર્ડમાં ફરજ બજાવતાં રાજેશભાઇ કુંશરાજભાઇ ગજેરા (ઉ.૩૮) (પટેલ)એ બી-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે દિલીપ ચંદારાણા તથા તેના પુત્રો પ્રતિક ચંદારાણા, નિલેષ ચંદારાણા તથા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઇપીસી ૩૩૨, ૧૮૬, ૩૪૧, ૪૨૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

રાજેશ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે તે તથા સાથી કર્મચારી ચંદ્રેશભાઇ સોજીત્રા આરટીઓના ગેઇટ પર ફરજ પર હતાં ત્યારે દિલીપ ચંદારાણા સહિતના આવ્યા હતાં અને યાર્ડના વેપારીઓના લાયસન્સ કાર્ડ બાબતે ઝઘડો કરી ગાળો દઇ બંનેને ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ લોખંડના પાઇપથી હુમલો કરી ઇજા કરી હતી. આ ઉપરાંત રાજેશભાઇ પટેલના એકસેસમાં પણ પાઇપના ઘા ફટકારી નુકસાન કર્યુ હતું. એએસઆઇ યુ. બી. પવારે ગુનો નોંધ્યા બાદ પીએસઆઇ એમ. એફ. ડામોરે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ આ શખ્સો પોતાના વાહનમાં ફળ-ડુંગળીના ફેરાના નામે દારૂની હેરફેર કરતાં પકડાયા હોઇ જેથી યાર્ડમાં તેને આવવા દેવાની મનાઇ હોઇ ગઇકાલે પણ તેને અટકાવવામાં આવતાં માથાકુટ કર્યાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે. (

(12:52 pm IST)