Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

નવાગામમાં પતિએ દારૂ પી ખેલ કરતાં સુનિતાબેને ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૨૫: નવાગામ આણંદપરમાં રહેતી સુનિતાબેન સંજયભાઇ જોષી (ઉ.વ.૩૫)એ રાતે દસેક વાગ્યે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

સુનિતાબેનને સંતાનમાં બે પુત્રી છે. તેનો પતિ સંજય છુટક મજૂરી કરે છે. દિયર યોગેશભાઇ જોષીના કહેવા મુજબ પોતે ભાઇ-ભાભીની બાજુમાં રહે છે. ભાઇ સંજયભાઇ દારૂ પી ખેલ કરતાં હોઇ કંટાળીને ભાભી સુનિતાબેને આ પગલુ ભર્યુ હતું. સારવાર બાદ સવારે હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.

(12:51 pm IST)