Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રાજકોટના એડી. કલેકટરની મામલતદાર પુત્રીને કોરોના પોઝિટિવ

જાનકીબેન અમદાવાદના અસારવામાં ફરજ બજાવે છેઃ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળઃ આ કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયો : શહેરમાં આજદિન સુધીમાં કુલ ૭૯ કેસ નોંધાયા

રાજકોટ તા. ૨૫ : રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજકોટમાં એડિશનલ કલેકટરની મામલતદાર પુત્રીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એડિશનલ કલેકટરના ૨૭ વર્ષીય દિકરી અમદાવાદથી પરત રાજકોટ આવ્યા બાદ તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયો છે. શહેરમાં આજદિન સુધીમાં કુલ ૭૯ કેસ નોંધાયા છે.

આ અંગે આરોગ્ય તંત્રની સત્તાવાર માહિતી મુજબ રાજકોટમાં એડીશ્નલ કલેકટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી જે.કે.પટેલની દિકરી જાનકીબેન પટેલ જે અમદાવાદના અસારવામાં મામલતદાર તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે અમદાવાદથી આવ્યા બાદ સીધા શહેરની ભાગોળે આવેલ ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ કોરોનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં પોઝિટિવ આવતા તેઓ સારવાર હેઠળ છે અને તબિયત સ્થિર છે.

 આ કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયો છે. રાજકોટ શહેરમાં ૭૯ અને ગ્રામ્યના ૧૮ સહિત કુલ ૯૭ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લામાં ૨ કેસ નોંધાયા છે.

(2:50 pm IST)