Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રાજકોટ જિલ્લામાં ૨ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને મે માસનું અનાજ વિતરણ કરાયું

જિલ્લાના ૨,૦૭,૬૪૮ લોકોને અનાજ વિતરણ સાથે ૭૮.૨૪ % લોકો રાશન મેળવી લાભાન્વિત થયા

રાજકોટ :  રાજ્ય સરકાર દ્વારા એન.એફ.એસ.એ તથા નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ. રેશનકાર્ડ ધારકોને નિઃશુલ્ક અનાજ વિતરણ કરવાના ભાગરૂપે તા. ૨૩ મે સુધીમાં રાજકોટ જિલ્લાના ,૦૭,૬૪૮ લોકોને અનાજ વિતરણ સાથે ૭૮.૨૪ % લોકો રાશન મેળવી લોકડાઉનના સમયમાં લાભાન્વિત થયા છે. 
  રાજકોટ શહેરમાં ઝોનલ ૧ થી ૪ માં ૬૨,૭૪૭ કાર્ડ ધારકો પૈકી ઝોનલ ૧ મા ૧૦૬૦૪ઝોનલ ૨ મા ૧૦૯૦૫ઝોનલ 3 મા ૭૩૮૪ઝોનલ ૪ મા ૧૦૪૭૧ મળી કુલ ૩૯,૪૪૫ ધારકોને (૬૨.૮૮%)અનાજ વિતરણ કરવામાં આવ્યું છે.

 રાજકોટ જિલ્લાના તાલુકાઓના ૨,૦૨,૬૫૪ રેશનકાર્ડ ધારકો પૈકી રાજકોટના ૧૫,૮૨૫,  લોધીકાના ૬,૬૦૩કોટડા સાંગાણીના ૧૧,૯૬૨ગોંડલના ૨૦,૭૯૪જેતપુરના ૧૯,૭૪૬જામકંડરોણાના ૬,૦૫૭ધોરાજીના ૧૯,૮૬૯પડધરીના ૧૧,૨૭૦ઉપલેટાના ૧૮,૪૨૪જસદણના ૧૭,૭૯૯વિંછીયાના ૧૯,૮૪૫ મળી કુલ ૧,૬૮,૧૯૪ (૮૩%) ધારકોને રાજ્ય સરકાર વતી સસ્તા અનાજની દુકાનેથી વિતરણ કરી આપવામાં આવ્યું હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાની યાદીમાં જણાવાયું છે.

(7:13 pm IST)