Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સુરતની દુર્ઘટનામાં રાજકોટની મોદી સ્કુલની છાત્રા અને આર્કિટેકટ બનવા માગતી વિદ્યાર્થિનીનું મોત થતા શાળા પરિવારે શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટ, તા. રપ : સુરતમાં વરાછા પાસેના સરથાણા વિસ્તારમાં ફાયર સેફટી વગર ધમધમતા તક્ષશિલા નામના બિલ્ડીંગમાં શુક્રવારે સાંજે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે ગભરાઇને બિલ્ડીંગના ચોથા માળેથી છલાંગ લગાવી હતી. જયારે આ બનાવમાં કુલ ૧૯ વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા છે. ત્યારે આ જ બનાવનું રાજકોટ કનેશન બહાર આવ્યું છે. જેમાં ગત વર્ષે રાજકોટની મોદી સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું મોત થયું છે.

સુરતની ખુશાલી કોઠડીયા નામની વિદ્યાર્થીની ગત વર્ષે રાજકોટ ઇશ્વરીયા ખાતે આવેલી મોદી સ્કૂલમાં ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી હતી દરમ્યાન દ્યરનો લગાવ હોવાથી હોસ્ટેલમાં રહેવું પસંદ ન હતું અને ખુશાલીનું આર્કિટેકટ બનવાનું સ્વપ્ન હતું જેથી મોદી સ્કૂલમાં ધો.૧૧ સાયન્સ પૂર્ણ કરીને ફરીથી પોતાના વતન સુરત ટ્રાન્સફર થઇ અને ધો. ૧૨ સાયન્સમાં કૌશલ વિદ્યાલયમાં પ્રવેશ લીધો હતો.

આ દરમ્યાન ખુશાલી તક્ષશલિલા બિલ્ડીંગમાં ચોથા માળે આવેલા ક્રિએટીવ ડિઝાઇન કલાસીસમાં ફેશન ડિઝાઇનિંગનો કોર્ષ કરતી હતી ત્યારે શુક્રવારે બનેલી આગની દુર્દ્યટનામાં આ વિદ્યાર્થિનીનું કરૂણ મોત નિપજયું હતું. ત્યારે શનીવારે રાજકોટની મોદી સ્કૂલના શૈક્ષણીક સ્ટાફે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને બીરદાવવા ઉજવણી કરવાને બદલે પોતાની સ્કૂલની પૂર્વ વિદ્યાર્થિનીના આત્માને શાંતી માટે મીણબત્ત્।ી પ્રગટાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

 

(3:46 pm IST)
  • સુરત આગ દુર્ઘટના મામલે ગુજરાત સરકારને નોટીસ : રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે રાજય સરકારને ફટકારી નોટીસ access_time 5:37 pm IST

  • દાભોલકર હત્યાકાંડ :સીબીઆઈ દ્વારા બચાવપક્ષના વકીલ સહીત અન્ય એક વ્યક્તિની ધરપકડ : સીબીઆઈએ નરેન્દ્ર દાભોલકર હત્યાકાંડના કેટલાક આરોપનો બચાવ કરતા વકીલની ધરપકડ કરી ; અન્ય એક શખ્શને પણ ઝડપી લીધો access_time 12:48 am IST

  • રાજકોટની ભાગોળે નેશનલ હાઈવે પર ચોટીલા પાસેના મોલડી ગામે મિની બસે પલ્ટી ખાતા ૧નું મોત : ગોળાઈ પાસે બસ પલ્ટી જતાં સર્જાયેલ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ : ૨૦ થી ૨૨ લોકોને સામાન્ય ઈજા access_time 6:25 pm IST