Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

મિશન જાગૃતમ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ અંગેના પુસ્તકનું વિમોચન

સ્વાસ્થ્ય પ્રત્યે નાગરીકોને જાગૃત કરવા મિશન જાગૃતમ સંસ્થા દ્વારા તાજેતરમાં હેમુ ગઢવી હોલ ખાતે 'સાધના અને સ્વાસ્થ્ય- એક સિકકાની બે બાજુ ' સેમીનાર તેમજ 'શરીર - મન અને આત્માને ઉજાગર કરતી વિવિધ સાધના પધ્ધતીઓ' પુસ્તક વિમોચનનો સંયુકત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ પૂ. નિખિલેશ્વરાનંદજીએ સાધના પર સુંદર ઉદાહરણો આપ્યા હતા. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ કિશોરભાઇ મુંગલપરા, રાષ્ટ્રીય કામઘેનુ આયોગ-નવી દિલ્હીના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ પ્રાસંગીક પ્રવચન આપી સાધનાનું મહત્વ સમજાવ્યુું હતુ. ગુજરાત આયુર્વેદ યુનિવસીર્ટીના પૂર્વ પ્રિન્સીપાલ અને સુપ્રિટેન્ડન્ટ તેમજ જાણીતા વકતા અને વૈધ હિતેશભાઇ જાનીએ આયુર્વેદના દ્રષ્ટ્રિકોણથી સાધનાની વિશિષ્ટ સમજ આપી હતી. વધુ વિગત માટે સંસ્થાનો તેના મો.૯૮૭૯૮૪૧૦૪૮ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:43 pm IST)