Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

આજે વિશ્વ ટેરોટ કાર્ડ દિવસ

રાજકોટ : આજે રપ મે વિશ્વ ટેરોટ કાર્ડ દિવસની ઉજવણી નિમિતે ગુજરાતના પ્રથમ ટેરોકાર્ડ રીડર પૂર્વીદીદી જેઓ છેલ્લા ૧પ વર્ષથી ટેરોકાર્ડ દ્વારા 'ઓશો'ની ફિલોસોફીનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે., તેમના જ શબ્દોમાં રસપ્રદ (વિગતો).

ટેરો કાર્ડની શોધ

જેવી રીતે વિજળી, ટેલીફોન, રેલ્વે, પ્લેનની શોધ કરનાર આપણે યાદ કરીએ છીએ તેવી રીતે ટેરોકાર્ડની શોધ કરનાર પરાવિજ્ઞાનનાં શોધકોને આજનાં દિવસે યાદ કરવા જોઇએ. ટેરોકાર્ડમાં શોધક પોપેસ, એલીફાસ લેવી, ઓસવાલ્ડ મેથર્સ, વેટ, કોલે અને ભારતની અંદર મા પદ્મા, મા પ્રેમ ઉષા, મા ઋતુંભરા છે.

ટેરોકાર્ડ કઇ દેશમાં શોધાયા?

ઇજિપ્તમાંથી પંદરમી સદીમાં ટેરોકાર્ડ શોધાયા અને પછી જીપ્સીઓએ આખા વિશ્વમાં યાત્રા, પરિભ્રમણ કરી ટેરોકાર્ડને પ્રચલિત બનાવ્યા.

કેટલાંક લોકો એવું પણ કહેછે કે, ટેરોકાર્ડની ઉત્પતી ચીન અને ભારતમાં થઇ હતી અને ત્યાર પછી ઇજિપ્તમાં ટેરોકાર્ડ પધ્ધતિ ગઇ.

૧૯૯પ માં ભારતમાં ફકત સાત ટેરોકાર્ડ રીડર હતા અનેઆજે દિલ્હી અને મુંબઇની અંદર જ ૪૦૦૦ જેટલા ટેરોકાર્ડ રીડર છે. ભારતનાં અન્ય રાજયોમાં જે ટેરોકાર્ડ રીંડર છે તેની ગણત્રી આમા કરવામાં આવી નથી.

પરંતુ ભારતના શ્રેષ્ઠ અને સીનીયર ટેરોકાર્ડ રીડર તરીકે મા પ્રેમ ઉષા, મા પદ્મા, મા ઋતુંભરા, રૂપા પટેલ, પુનમ ખન્ના, મીનાક્ષી રાની, શર્લી બોઝ, મીના શાહ, રોહિણી ખત્રી, સોનલ વર્મા જાણીતા થયા છે.

આટલા બધા મહિલા ટેરોકાર્ડ રીડર કેમ?

સ્ત્રીઓમાં એવી સીકસ સંઘ હોય છે કે તે સામેની વ્યકિતને પહેલી નજરે પારખી શકે છે. વળી સ્ત્રીઓ ચેતનાનાં ઉચ્ચસ્તર સાથે હૃદયથી જીવતી હોવાથી વધુ સહેલાઇથી જોડાઇ શકે છે. એટલે આ વિદ્યા સ્ત્રીઓ વધુ સારી રીતે પચાવી શકી છે અને તેમાં આગળ પડતી છે પરંતુ જે પુરૂષો ધ્યાન અને પ્રેમ દ્વારા ઊંડા ઉતરે છે. તેમને પણ આ વિદ્યા કારગર નીવડી છે.

ટેરોકાર્ડ વિષેની માન્યતાઓ વિષે વાત કરશો ?

પિંજરાનો પોપટ પિંજારામાંથી બહાર આવે અને ફિલ્મી હિરો હિરોઇન પોતાનું નસીબ જોવડાવે તેવા 'પોપટીયા પત્તા' ને ટેરોકાર્ડ કહેવાતા નથી.

ટેરોકાર્ડમાં નેગેટીવ આગાહી થાય છે ?

મૃત્યુ, બીમારી, પાયમાલી જેવી નેગેટીવ આગાહી ટેરોકાર્ડ તો શું કોઇ પણ બીજી વિદ્યામાં થતી નથી પરંતુ ડેથ કાર્ડ, ટાવર કાર્ડ, હર્મીટ કાર્ડ નેગેટીવ કાર્ડ કહી શકાય પરંતુ નેગેટીવીટીમાંથી પોઝીટીવ અર્થ કાઢી રીતે જીવનમાં આગળ વધવું તે માત્ર ટેરોકાર્ડમાંથી જ જાણવા મળે છે.

ટેરોકાર્ડ અંધ શ્રધ્ધાળુ માટે છે?

હકિકતે ટેરોકાર્ડ જે લોકો પ્રારબ્ધમાં માનેછે તેમનાં માટે પણ છે અને જે લોકો  પ્રારબ્ધમાં નહી પરંતુ, પુરૂષાર્થમાં માનેછે તે લોકો માટે પણ છે. એટલે આસ્તિક હોય કે નાસ્તિક, બુધ્ધિજીવી હોય કે અંધશ્રધ્ધાળુ ટેરોકાર્ડ બધાને  લાગુ પડે તેવી આધ્યાત્મિક વિદ્યા છે.

ટેરો કાર્ડની આગાહી કેટલી સાચી પડે છે ?

ટેરોકાર્ડથી થનારી ઘટનાને માત્ર જોઇ નથી શકાતી જોયા પછી તેને બદલી પણ શકાય છે. તેને બદલવા માટે ઓશોએ જે ધ્યાન અને પ્રેમનું સુત્ર આપ્યું છે તેના મુજબ જીવનશૈલી ગોઠવવા પડે છે.

ટેરોકાર્ડનું પ્રાપ્તી સ્થાન કયું છે ?

ટેરોકાર્ડ ઘણી જગ્યાએ મળી શકે છે. પરંતુ ટેરોકાર્ડ વિદેશમાં છપાતા હોવાથી ભારતમાં જયાં પણ મળે છે ત્યાં લોકોને મેળવવા અઘરા લાગે છે. પરંતુ રાજકોટમાં ઘર આંગણે જયારે મેં ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરની ૪ વૈદવાડી ખાતે મુલાકાત લીધી ત્યારે મને ઘણું આશ્ચર્ય અને આનંદ બેયની લાગણી એક સાથે જન્મી.

ટેરોકાર્ડ શીખવા માટે Email:-Poorvididi@gmail.com.

ફોન પર ટેરોકાર્ડ માર્ટ માર્ગદર્શન - વેબસાઇટ : www.Poorvididi@gmail.com.

સંકલન :- ટેરોકાર્ડ પ્રાપ્તી સ્થાન :- સ્વામી સત્યપ્રકાશજી

મો.૯૭ર૭ર પ૪ર૭૬

(3:42 pm IST)