Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ગુલાબનગરમાં લગ્નના સામૈયા પાસેથી રિક્ષા હંકારવા મામલે સાગર પર હુમલો

ડીજેના તાલે ડિસ્કો કરી રહેેલા બાવાજી શખ્સોએ ધોકાવાળી કરી

રાજકોટ તા. ૨૫: કોઠારીયા સોલવન્ટ પાસે ગુલાબનગરમાં રહેતાં છકડો ચાલક ભરવાડ યુવાને લગ્નના સામૈયુ નીકળ્યું હોઇ બાજુમાંથી રિક્ષા કાઢી લેવા સામૈયામાં ડિસ્કો કરી રહેલા યુવાનને જણાવતાં તેના સહિતનાએ ઝઘડો કરી ધોકાથી માર મારતાં સારવાર લેવી પડી હતી.

ગુલાબનગરનો સાગર દેવાભાઇ મીર (ઉ.૧૮) સાંજે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. પોતાને બાબુભાઇ બાવાજી સહિતે માર માર્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. દેવાભાઇ ભરવાડના કહેવા મુજબ પોતે અને પુત્ર સાગર બંને રિક્ષાના ફેરા કરે છે. સાંજે વિસ્તારમાં બાવાજી પરિવારના લગ્નના સામૈયા થઇ રહ્યા હોઇ બધા ડીજેમાં નાચતા હતાં. પોતે બાજુમાંથી રિક્ષા લઇ નીકળી ગયા હતાં. પુત્ર સાગર પાછળ રહી ગયો હતો. તેણે ડિસ્કો કરી રહેલા યુવાનોને થોડા સાઇડમાં રહેવાનું કહેતાં માથાકુટ થતાં તેના પર હુમલો થયો હતો.

વાજડીના ગીતાબેન સાથે રણુજા મંદિર પાસે મારકુટ

લોધીકાના વાજડી ગામે રહેતાં ગીતાબેન કાનાભાઇ પરમાર (ઉ.૪૦) સાંજે રણુજા મંદિર પાસે મફતીયાપરામાં હતાં ત્યારે બે અજાણ્યા શખ્સોએ માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

રણુજાનગરમાં અર્જુન  હુંબલ પર હુમલો

કોઠારીયા રોડ રણુજાનગર-૫માં રહેતાં અર્જુન લક્ષમણભાઇ હુંબલ (ઉ.૨૭)ને રાત્રે સાડા નવેક વાગ્યે પ્રકાશ નીરૂભાઇ અને મીરૂભાઇએ પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

(3:36 pm IST)
  • સુરતની ઘટનાબાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના રાજીનામાની માંગઃ એનએસયુઆઇ દ્વારા કલેક્ટર કચેરીએ રામધૂન બોલાવી access_time 12:45 pm IST

  • દાભોલકર હત્યાકાંડ :સીબીઆઈ દ્વારા બચાવપક્ષના વકીલ સહીત અન્ય એક વ્યક્તિની ધરપકડ : સીબીઆઈએ નરેન્દ્ર દાભોલકર હત્યાકાંડના કેટલાક આરોપનો બચાવ કરતા વકીલની ધરપકડ કરી ; અન્ય એક શખ્શને પણ ઝડપી લીધો access_time 12:48 am IST

  • ભારતીય બેંકો બાદ યુકેની કંપનીએ પણ માલ્યા પર કર્યો ૧૭૫ મિલિયન ડોલરનો દાવો access_time 1:11 pm IST