Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

કણકોટના પાટીયે નવા બની રહેલા બિલ્ડીંગના ચોથા માળેથી પટકાતાં મજૂર લવકુશનું મોત

મુળ ઓરિસ્સાનો ૧૯ વર્ષનો યુવાન આઠેક માસથી મજૂરીએ આવ્યો હતો

રાજકોટ તા. ૨૫: કાલાવડ રોડ પર કણકોટના પાટીયા પાસે નવા બની રહેલા મલબાર હિલ નામના બિલ્ડીંગના ચોથા માળેથી ઓરિસ્સાનો મજૂર અકસ્માતે પડી જતાં મોત નિપજ્યું છે.

હાલ મલબાર હિલની સાઇટ પર રહી કડીયા કામ કરતો મુળ ઓરિસ્સાનો લવકુશ દલરામભાઇ ચોૈહાણ (ઉ.૧૯) સાંજે આઠેક વાગ્યે ચોથા માળે કડીયા કામ ચાલુ હોઇ ત્યાં કામ કરતો હતો ત્યારે અકસ્માતે પટકાતાં ગંભીર ઇજા થતાં સહયોગ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. 

મૃત્યુ પામનાર યુવાન આઠેક માસથી મજૂરી કરવા આવ્યો હતો. બનાવથી સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો. યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. ભગીરથસિંહ ખેરએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:35 pm IST)