Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

યુનિવર્સિટી રોડ પરથી જયકુંજ અને સંતોષ દારૂના ૪ ચપલા સાથે પકડાયા

બજરંગવાડી સર્કલ પાસે જીતેન્દ્ર વરલી રમતાં પકડાયો

રાજકોટ તા. ૨૫: યુનિવર્સિટી રોડ પર મેટ્રો રેસ્ટોરન્ટ પાસેથી જીજે૩૨જે-૬૪૩૫ નંબરના ટુવ્હીલર પર નીકળેલા બે શખ્સો જયકુંજ કાંતિભાઇ ટાંક (ઉ.૨૨) તથા સંતોષ જનકભાઇ નંદવાણા (ઉ.૨૧) (રહે. બંને-પટેલનગર-૫, યુનિવર્સિટી રોડ ભાડાના રૂમમાં)ને અટકાવી તલાશી લેતાં બંને પાસેથી બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીના ૪ ચપલા રૂ. ૪૦૦ના મળી આવતાં કબ્જે કરી બંનેની ધરપકડ કરી વાહન પણ કબ્જે કર્યુ હતું. ગાંધીગ્રામના પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કનુભાઇ બસીયા, વનરાજભાઇ, કિશોરભાઇ, ગોપાલભાઇ સહિતે કાર્યવાહી કરી હતી.  પકડાયેલા બંને વિદ્યાર્થી છે. સંતોષ દિવ ફરવા ગયો હતો ત્યાંથી લાવ્યાનું તેણે પોલીસ સમક્ષ રટણ કર્યુ હતું.

જ્યારે માધાપર ચોકડી પાસે વિનાયક વાટીકા ભારત નમકીન પાસે રહેતાં જીતેન્દ્ર હોતચંદભાઇ વાસુદેવાણી (ઉ.૧૯)ને બજરંગવાડી સર્કલ પાસે ખેડૂત તાલિમ કેન્દ્ર નજીકથી વરલી ફીચરના આંકડા પર જૂગાર રમાડતો મળી આવતાં ગાંધીગ્રામના કોન્સ. ગોપાલભાઇ પાટીલ સહિતે પકડી લઇ રૂ. ૨૯૦૦ રોકડા, ચીઠ્ઠીઓ, બોલપેન સાથે પકડી લીધો હતો. 

(3:32 pm IST)