Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ચેક રીટર્નની કરેલી ફરીયાદનો ખાર રાખી ગાંધીગ્રામના નીતાબેન શાહને ધમકી

યશરાજ બોઘરા, રૂપલ બોઘરા, અનક બોઘરા અને વસંત બોઘરા સામે ગુનો

રાજકોટ તા ૨૫  :  ગાંધીગ્રામ શેરીનં ૬માં રહેતા વણીક પ્રોૈઢાએ કરેલી ચેક રીટર્નની ફરીયાદનો ખાર રાખી બાજુની શેરીમાં રહેતા દંપતી તથા તેના માતા પિતા કેસ પાછો ખેંચી લેવા બાબતે ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ નાણાવટી ચોક રાજેશ્વરી પાર્ક શેરી નં.૧ ની બાજુમાં રહેતા નીતાબેન નરેન્દ્રભાઇ શાહ (ઉ.વ.૫૨) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં જણાવ્યું છે કે, પોતે પુત્રી સાથે રહે છે, એક વર્ષ પહેલા પોતે ગાંધીગ્રામ શેરી નં.૬ માં આવેલ કરણેશ્વર કોમ્પ્લેક્ષ, બ્લોક નં.૨૦૧ માં રહેતા હતા અને બાજુની શેરીનં. પ માં યશરાજ અનકભાઇ બોઘરા તેના પરિવાર સાથે રહેતા હતા, અને અમારે તેમની સાથે ઘર જેવો સંબંધ હોઇ, અને તેઓ એક દિવસ અમને મળવા આવેલ અને તેમણે કહેલ કે, ' મારે પૈસાની જરૂર છે, તમો મને પૈસા આપો, હું એ પૈસા થોડા દિવસમાં પરત આપી દઇશ, મેં તેમને રોકડા પૈસા, જેમાં પહેલા ૩ લાખ, બીજી વખત ૫ લાખ એમ કુલ રૂા ૮ લાખ આપ્યા હતા તેના બદલે યશરાજે બે ચેક આપેલ અને ત્યારબાદ પોતે તેને પૈસા બાબતે કહેતા તેઓ યોગ્ય જવાબ નહીં આપતા, પોતે તેણે આપેલા ચેક બેંકમાં નાખતા ચેક રીટર્ન થયા હતા, જેથી પોતે કોર્ટમાં નેગોશીયેબલનો કેસ કર્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખી યશરાજ તેની પત્ની રૂપલ, તેના પિતા અનક બોઘરા અને તેની માતા વસંતબેન બોઘરા ગત તા. ૧૩/૧૧/૧૮ ના રોજ તમામ મારા ઘરે આવી પુત્રી માધુરી ઘરે એકલી હતી ત્યારે તેની સાથે બોલાચાલી કરી '' કેસ પાછો લઇ લે નહીતર હું બધાને જાનથી મારી નાખીશ'' ધમકી આપી જતા રહયા હતા. આ બનાવની માતાને જાણ કરતા ગઇકાલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. પી.એન. પરમારે તપાસ આદરી છે.

(3:28 pm IST)