Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

રાજકોટમાં ફાયર સેફટી વિનાના ૬૬ ટયુશન કલાસ-૪ સ્કુલો સીલ

સુરતની આગ દુર્ઘટના બાદ મ્યુ. કોર્પોરેશનનું તંત્ર સફાળુ જાગ્યુઃ ફાયરબ્રિગેડની પ ટીમ દોડાવાઈઃ આજ સવારથી સિલીંગ ઝુંબેશઃ ઇનોવેટીવ કીડઝ પ્લે હાઉસ, તક્ષશીલા એકેડેમી, ભુષણ સ્કુલ, પોલ સ્ટાર પ્રા. સ્કુલ, નાલંદા પ્રા. શાળા, પરિમલ વિદ્યાવિહાર, જ્ઞાનગંગા કલાસીઝ, જ્ઞાનગંગા સ્કુલ, દિલ્હી પબ્લીક સ્કુલ વગેરેને ફાયર સેફટી સાધનો નહી હોવાથી બંધ કરાવી દેવાયા

તંત્ર દોડયુ :  શહેરમાં આવેલી સ્કુલો - કોચીંગ કલાસમાં ફાયર સેફટીના સાધનો અંગે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની, ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબા, આસી. કમીશ્નર સમીર ધડુક વગેરે ચેકીંગ કર્યુ હતું. તે વખતની તસ્વીરો (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૫ :. સુરતના સરથાળા જકાતનાકા પાસેના તક્ષશિલા આર્કેડમાં આવેલા ટયુશન કલાસમાં પ્રચંડ આગ ભભૂકતા અનેક વિદ્યાર્થીઓ ફસાઈ જતા તેઓએ ઉપરથી છલાંગ લગાવી હતી તો કેટલાક આગના કારણે અંદર જ ભડથુ થઈ ગયા હતા. મૃતાંક ૨૦ ઉપર જઈ પહોંચ્યો છે, ત્યારે આ સમગ્ર ઘટનાક્રમને રાજકોટ મ્યુનિ. તંત્રએ પણ ગંભીરતાપૂર્વક લીધુ છે અને જે ટયુશન કલાસીસમાં ફાયર સેફટીના સાધનો ન હોય તેને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે. 

 રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ ગઈકાલ સાંજથી શહેરના તમામ ટ્યુશન કલાસમાં ફાયર સેફટીના સાધનો છે કે કેમ તેની ચકાસણી શરૂ કરાવી હતી અને આજે પણ મેગા ચેકિંગ ડ્રાઈવ યથાવત ચાલુ રાખવામાં આવી હતી. આ ચેકિંગ દરમ્યાન ગઈકાલે ૨૦ અને આજે ૪૬ કલાસ અને ૪ સ્કૂલ  એમ બંને દિવસમાં કુલ ૬૬ કલાસ અને ૪ સ્કૂલમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જણાયો હતો અથવા તો જયાં સાધનો હતાં તો વર્કિંગ કન્ડીશનમાં ન્હોતા, આ સંજોગોમાં આ તમામ કલાસ અને સ્કૂલ બંધ કરાવેલ છે. દરમ્યાન આગામી દિવસોમાં કોમર્શિયલ બિલ્ડિંગ અને હાઈરાઈઝ બિલ્ડિંગમાં ઓન ચકાસણી હાથ ધરવામાં આવશે.

ગઈકાલે બંધ કરાવવામાં આવેલા કલાસમાં ઇનોવેટીવ કીડઝ પ્લે હાઉસ, હીરીટીકાસ ઈંગ્લીશ એકેડેમી, વરદાયિની ઈંગ્લીશ એકેડેમી, પ્રાર્થના કલાસીઝ, પી. એન્ડ એમ. કલાસીઝ, રૂબી એકેડેમી, ડેસ્ટીનેશન ઈંગ્લીશ કલાસીઝ, ઓકસફર્ડ કલાસીઝ, વિનાયક કોમ્પ્યુટર એકેડેમી, સનરાઈઝ કોમ્પ્યુટર કલાસ, અર્પામ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈંગ્લીશ, પ્રોગ્રેસીવ કલાસીઝ, ક્રિએશન મ્યુઝિક કલાસીઝ, નોબલ કલાસીઝ, સંકલ્પ અભ્યાસ ધામ, ઓસ્કાર સ્પોકન ઈંગ્લીશ કલાસ, તક્ષશિલા એકેડેમી, એન.પી.ટ્યુટોરીયલ, I.A.N.T.કોમ્પ્યુટર કલાસીઝ, એલન કેરિયર કલાસીઝનો સમાવેશ થાય છે.

જયારે આજે બંધ કરાવવામાં આવેલા કલાસિઝમાં ઈસ્ટ ઝોનમાં કામદાર કોમ્પ્યુટર કલાસ, તરપન સ્પોકન ઈંગ્લીશ, ભૂષણ સ્કૂલ પોલ સ્ટાર પ્રા. સ્કૂલ નાલંદા પ્રા. શાળા, પરિમલ વિદ્યાવિહાર, બી. એન્ડ ટી. કલાસ, શુભમ કોલ કલાસ, પાવન એજયુકેશન, હરી કલાસીઝ, માલી એકેડેમી, ચાણકય કલાસીઝ, ડિસ્કવર કલાસીઝ, ડી.એસ. કો. કલાસીઝ, શ્રી ગ્રુપ એજયુકેશન, પરમ કોમ્પ્યુટર, સરસ્વતી સ્ટડી પોઈન્ટ,  સેન્ટ્રલ ઝોનમાં બે ટીમો દ્વારા થયેલ ચેકિંગ દરમ્યાન જ્ઞાનગંગા કલાસીઝ, જ્ઞાનગંગા સ્કૂલ, શ્રીજી એજયુકેશન, રાજકોટ ઇન્ડસ્ટ્રી ઓફ ટેકનોલોજી, આર.આઈ.ટી. કલાસીઝ, વાત્સલ્ય કલાસીઝ, એક્ષપર્ટ કલાસીઝ, શ્રી વર્લ્ડ કોમ્પ્યુટર કલાસીઝ, ડેરીંગ એકેડેમી, જીનીયસ એજયુકેશન, રામાની ઇન્સ્ટિટયૂટ, અને અલોહા, શ્રી એકેડેમી, એસેન્ટ કોચિંગ કલાસીઝ, સૂચક કલાસીઝ, ટેકનો એસ્પાય્ર ટેકનીકલ ઇન્સ્ટિટયૂટ, વિહાણ એજયુકેશન, વર્ધમાન કોમ્પ્યુટર એજયુકેશન, જે. જે. કોમ્પ્યુટર, લર્નિંગ પોઈન્ટ, સી.એસ., શ્રી હુન્વારજી મુરજી ટ્રસ્ટ, સંસ્કાર કલાસીઝ, ઇન્ડિયન ટેકનિકલ ઇન્સ્ટિટયૂટ અને જીગ્નેશ કોમ્પ્યુટર જયારે વેસ્ટ ઝોનમાં શ્રી સંસ્કૃતિ કલાસીઝ, નેપ્ચ્યુન ટાવર, દિલ્હી પબ્લિક સ્કૂલ, વીર એકેડેમી, ન્યુ ગુરૂકુળ એકેડેમી, કે સેવન ઇન્ટરનેશનલ ત્ય્ષણ કલાસીઝ, કામાની એકેડેમી અને લીબર્ટી એકેડેમીનો સમાવેશ થાય છે.

મ્યુનિ. કમિશનરશ્રી તેમજ નાયબ મ્યુનિ. કમિશનરશ્રી શ્રી ચેતન નંદાણી અને શ્રી ચેતન ગણાત્રા અને સહાયક કમિશનરશ્રીઓ શ્રી વી. એસ. પ્રજાપતિ, શ્રી સમીર ધડુક, શ્રી એચ.કે.કગથરા, ચીફ ફાયર ઓફિસર શ્રી બી.જે. ઠેબા, એસ્ટેટ શાખાના આસી. મેનેજર શ્રી બી.બી.જાડેજા તેમજ ફાયર એમડ ઇમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસરશ્રીઓ શ્રી દિનેશભાઈ ચાંચિયા, શ્રી અમિતભાઈ દવે, શ્રી શૈલેશભાઈ નડીયાપરા, શ્રી કિરીટભાઈ કોલી, શ્રી શાર્દુલભાઈ ઝીંઝુવાડિયા, તેમજ લીડિંગ ફાયરમેનશ્રીઓ શ્રી રાહુલભાઈ જોશી, શ્રી મુબારકભાઈ જુણેજા અને શ્રી શૈલેષભાઈ ખોખર સહિતના અધિકારીઓ આ ચેકિંગ ડ્રાઈવમાં જોડાયા હતાં. જયારે અન્ય ત્રણ સ્ટેશન ઓફિસરશ્રીઓ શ્રી ફિરોઝખાન, શ્રી ઝાહીધ્ખાન અને શ્રી ભટ્ટીભાઈને શહેરના મુખ્ય ત્રણ ફાયર સ્ટેશન ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતાં.

   ચીફ ફાયર ઓફિસર શ્રી બી. જે. ઠેબાને આદેશ કરેલ છે, જેના પગલે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ત્રણ ટીમોએ તાબડતોબ સાંજે ટ્યુશન કલાસીસની ચકાસણી શરૂ કરી દીધી હતી.

એમ કહ્યું હતું કે, રાજકોટમા ચાલતા ટયુશન કલાસીસ પૈકી જે ટ્યુશન કલાસમાં અગ્નિશમન (ફાયર સેફટી) ના સાધનો વસાવવામાં આવ્યા ના હોય તે ચાલુ રાખી શકાશે નહીં અને હાલ તાત્કાલિક અસરથી આવાઙ્ગ ટ્યુશન કલાસ બંધ કરાવવામાં આવી રહ્યા છે. જયાં સુધી ફાયર સેફટીના સાધનો વસાવવામાં ના આવે ત્યાં સુધી ટ્યુશન કલાસ ચાલુ કરી નહી શકાય.

રાજકોટ મહાનગરપાલિકા દવારા હાલ હાથ ધરવામાં આવેલા ચેકીંગની સાથોસાથ એ પણ ચકાસવામાં આવશે કે, જે કોમ્પ્લેકસ નાઙ્ગ બેઝમેન્ટ, અગાસી કે બ્લોકડ પગથિયાં માં જગ્યા ઉભી કરીને ટ્યુશન કલાસ, રેસ્ટોરન્ટ કે અન્ય કોમર્શિયલ પ્રવૃત્ત્િ। થતી હોય તો તેની ઉપર તંત્ર સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે. આ બાબતમાં કડક પગલાં લેવામાં આવી શકે છે. જયાં જે કોઈ વ્યકિત બેદરકારી સબબ જવાબદાર જણાશે તેની સામે આકરા પગલાં લેવામાં આવશે એમ પણ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. કમિશનરશ્રીએ વધુમાં કહ્યું કે, વિદ્યાર્થી ભાઇ બહેનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી હવે શહેરમાં, ફાયર સેફટીના સાધનો વસાવાયા બાદ જ ટ્યુશન કલાસ ચાલુ કરી શકાશે.

(3:27 pm IST)
  • દિલ્હીના પરિણામોથી કેજરીવાલ ચિંતાતુરઃ ૭૦માંથી ૬૫ વિધાનસભા બેઠક પર ભાજપને બમ્પર સરસાઈ મળીઃ ૫ ક્ષેત્રમાં કોંગ્રેસને વધુ વોટ મળ્યા access_time 3:12 pm IST

  • બપોરે ૩ વાગ્યાથી ભારતનો ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ વોર્મ અપ મેચઃ બન્ને ટીમો વારંવાર એક બીજા સામે ટકરાતી ન હોય પ્રેકટીસ મેચ મહત્વનો બનશે access_time 11:33 am IST

  • ભારતીય બેંકો બાદ યુકેની કંપનીએ પણ માલ્યા પર કર્યો ૧૭૫ મિલિયન ડોલરનો દાવો access_time 1:11 pm IST