Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ઈઓસમોસ પ્રોડકશન હાઉસની શોર્ટફિલ્મ 'આશા' સોમવારે યુ- ટયુબ ચેનલ પર રીલીઝ

રાજકોટ,તા.૨૫: ગમે તેવા ગંભીર પરિણામો સામે હતાશ  થવાને બદલે હિમ્મત દાખવવાનો સંદેશો પ્રસરાવતી ગુજરાતી શોર્ટફિલ્મ 'આશા' આગામી તા.૨૭ના સોમવારે યુટયુબ ચેનલ ઉપર પ્રસારીત થવા જઈ રહી છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઈઓસમોસ પ્રોડકશન હાઉસની ટીમે જણાવેલ કે 'અ રીડ સ્ટોરી ઓફ સ્ટૂડન્ટ' ટેગલાઈન લઈને તૈયાર કરાયેલ આ ફિલ્મ કોલેજ લાઈફ ઉપર તૈયાર થઈ છે. પરિણામથી હતાશ થઈને આપઘાતના માર્ગે વળી જતા વિદ્યાર્થીઓને હતાશ થવાને બદલે હિમ્મત દાખવવા શીખ અપાય છે. થોડીક ધીરજ અને હિમ્મત કેળવવાથી ગમે તેવા કપરા સમયમાં પણ મળી રહે છે તે દર્શાવવા પ્રયાસ થયો છે.

શોર્ટ ફિલ્મનું ડાયરેકશન શેજાદખાને કરેલ છે. પ્રોડયુસર ભરત ઠાકર અને રાઈટર જીગીશા ચાવડા, વિવેક જાબા છે. મ્યુઝીક ડાયરેકટર વિમલ કશ્યપ, કેમરામેન તરીકે ચેતન રાજયગુરૂ, આસી.ડાયરેકટર તરીકે વિવેક ઝાલા છે.

રાજકોટના જ માધાપર ચોકડી, રેસકોર્ષ, ઈશ્વરીયા ડેમ ખાતે શુટીંગ પૂર્ણ કરાયુ છે. દોઢેક માસની પૂર્વ તૈયારી બાદ આઠ દિવસનું રીહર્સલ અને એક દિવસમાં શુટીંગ આટોપી લેવાયેલ.

મુખ્ય હિરો તરીકે કરણ ઠાકર અને કો  એકટર તરીકે પ્રવિણ સોલંકી, કૃપા ઠાકર,  જીગીશા ચાવડા, વિવેક ઝાલા, યશ સોલંકી, તુષાર પ્રજાપતિ, ચિંતન ગોસાઈએ અભિનય આપેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જીગીશા ચાવડા, વિવેક ઝાલા, યશ સોલંકી, તુષાર પ્રજાપતિ, શેઝાદ ખાન, કરણ ઠાકર નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:23 pm IST)