Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

વાણિજ્ય ક્ષેત્રનો શ્રેષ્ઠ અભ્યાસક્રમ એટલે સીએ

પતંજલી ઈન્સ્ટીસ્ટ્યુટ 'હોલી-ડે સેન્ટર પોઈન્ટ' રામકૃષ્ણનગર મેઈન રોડ, મ્યુ.કોર્પોરેશન કમિશ્નરના બંગલાની સામે, રાજકોટ

રાજકોટ, તા. ૨૫ : આજના આ વૈશ્વિકરણ અને ઉદારીકરણના યુગમાં જયારે ભારતીય ઉદ્યોગસાહસિકો દેશની સરહદો પાર કરી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે ચાર્ટડ એકાઉન્ટન્ટ (સીએ) વિકાસનાં માર્ગ પર તેઓના પથદર્શક તરીકે પોતાની ભૂમિકા ભજવે છે. ધંધાના નીતિવિષયક નિર્ણયો કે નાણાકીય બાબતો હોય, રોકાણો ના પ્રશ્ન હોય કે કરવેરાના જટિલ નિયમો હોય, દરેક સમસ્યાઓનું સચોટ નિરાકરણ સીએ કરી આપે છે. આ સીએ કોર્ષના માળખામાં તાજેતરમાં આમૂલ પરિવર્તન થયેલ છે.  સીએ કોર્ષ નીચે મુજબનાં ત્રણ ભાગમાં વહેંચાયેલો છે, (9) CA Foundation (2) CA Intermediate Course (3) CA Final

CA FOUNDATIONCA કોર્ષનું પ્રવેશ દ્વાર છે. ધોરણ ૧૨ પાસ કર્યા બાદ તુરત જ વિદ્યાર્થી આ કોર્ષમાં પ્રવેશ મેળવી શકે છે.

 સ્નાતક કે અનુસ્નાતક વિદ્યાર્થીઓ એ CA FOUNDATION ની પરીક્ષા આપવી જરૂરી નથી તેઓ CA Intermediate માં સીધો જ પ્રવેશ મેળવી શકે છે.

CA FOUNDATION કોર્ષ કેટલા સમયનો છે? અને તેની પરીક્ષા કયારે લેવાય છે? કયાં લેવાય છે?

CA FOUNDATION ની પરીક્ષા વર્ષમાં બે વાર મેં અને નવેમ્બરમાં લેવાય છે. પરીક્ષાના ચાર મહીના પહેલા વિદ્યાર્થીએ પોતાનું રજીસ્ટ્રેશન ICAL માં ફરવાનું રહે છે, CA FOUNDATION પરીક્ષા રાજકોટ કેન્દ્ર માં લેવાય છે.

CA FOUNDATION વર્ણનાત્મક પ્રશ્નોની (Descriptive) અને હેતુલક્ષી પ્રશ્નોની (Objective) પરીક્ષા છે.

CA FOUNDATION પરીક્ષા ૪૦૦ ગુણોની છે જેમા એકાઉન્ટીંગ, બિઝનેસ લો, મેથેમેટીકસ અને ઈકોનોમીકસ જેવાં ચાર વિષય નો સમાવેશ થાય છે,

CA FOUNDATION પરીક્ષામાં ઉતિર્ણ થવા માટે વિદ્યાર્થીએ દરેક વિષયમાં ઓછામાં ઓછા ૮૦; તથા કુલ પ૦% લેવા જરૂરી છે.

CA FOUNDATION પરીક્ષા માં ખોટા જવાબ બદલ હેતુલક્ષી પરીક્ષા જેવી કે rmalharnatics • statistics અને economics માં નેગેટિવ માર્કીગની જોગવાઇ છે. છે, જે અંતર્ગત કોઈ એક પ્રશ્નના ખોટા જવાબ માટે ૦.ર૫ ગુણ કપાઈ જાય છે.

CA FOUNDATION એ પોસ્ટલ કોર્ષ હોવાથી વિદ્યાર્થી તેની સાથે ગ્રેજયુએશન પણ કરી શકે છે.આ ઉપરાંત વિદ્યાર્થી સીએ સાથે સીએસ અથવા સીએમએ પણ કરી શકે છે.

CA FOUNDATION માં ઉતિણ થયા બાદ વિદ્યાર્થી CA Intermediate માં પ્રવેશ મેળવી શકે છે અને ત્યારબાદ CA Finalમાં પ્રવેશ મેળવે છે. આ બંને પ્રોગ્રામમાં વિદ્યાર્થી એ અનુક્રમે ૮ - ૮ વિષયોનો અભ્યાસ કરવો પડે છે. આ બંને પરીક્ષામાં ઉતીર્ણ થયા બાદ જરૂરી તાલીમ પૂર્ણ કરી વિદ્યાર્થી સીએ ની ડિગ્રી મેળવી શકે છે.

જો વિદ્યાર્થી ધોરણ ૧૨ આપ્યા પછી રજીસ્ટ્રેશન કરાવે છે તો ૪.૫૦ વર્ષમાં સીએની ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે, સ્નાતક વિદ્યાર્થી માટે CA FOUNDATION  જરૂરી નથી માટે સ્નાતક વિદ્યાર્થી ફકત ૩ વર્ષમાં કોર્ષ પૂર્ણ કરી શકે છે.

આજે ધો.૧૨ની પરીક્ષા પસાર કરનાર વિદ્યાર્થીઓએ આગામી નવેમ્બર ૨૦૧૯માં સીએ ફાઉન્ડેશન પરીક્ષા આપવી હોય તો મોડા મા મોડું ૩૦/૦૬/૨૦૧૯ સુધીમાં ઓનલાઇન રૂ.૩ ૯૨૦૦ ભરી અને રજીસ્ટ્રેશન કરાવવું અત્યંત આવશ્યક છે.

સીએ કોર્ષની વધુ માહિતી વિદ્યાર્થીઓ સીએ ઈન્સ્ટીટયુટની વેબસાઈટ www.icai.org પરથી પણ માહિતી મેળવી શકે છે, આ ઉપરાંત વિદ્યાર્થી પતંજલિ ઇન્સ્ટીટયુટના હેલ્પલાઈન નંબર ૯૯૭૮૪ ૦૧૯૦૫ તથા પતંજલિ ઇન્સ્ટીટયુટની ઓફીસે સંપર્ક કરી મેળવી શકે છે.

(1:17 pm IST)
  • વર્લ્ડકપ : ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમશે : ૧૬ જૂને પાકિસ્તાન સામે ભારતીય ટીમ તેની સૌથી હાઈપ્રોફાઈલ વન-ડે મેચ રમશે : ભારત હોટફેવરીટ access_time 3:54 pm IST

  • દાભોલકર હત્યાકાંડ :સીબીઆઈ દ્વારા બચાવપક્ષના વકીલ સહીત અન્ય એક વ્યક્તિની ધરપકડ : સીબીઆઈએ નરેન્દ્ર દાભોલકર હત્યાકાંડના કેટલાક આરોપનો બચાવ કરતા વકીલની ધરપકડ કરી ; અન્ય એક શખ્શને પણ ઝડપી લીધો access_time 12:48 am IST

  • સુરતના અગ્નિકાંડ :બિલ્ડરને પકડવા સુરત પોલીસે ૮ ટીમ કામે લગાડી:સુરત અગ્નિકાંડ : મકાન માલિક બિલ્ડરને ઝડપી લેવા સુરત ક્રાઈમ બ્રાન્ચે ૮ ટીમ બનાવી.છે ;ટ્યુશન સંચાલક બુટાણીને ઝડપી લેવાયો છે access_time 8:57 pm IST