Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

રાજકોટના રેલવે ડિવિઝનલ એન્જીનીયરના ઘરે સીબીઆઈ તપાસ :લોકરમાંથી સાહિત્ય કબ્જે :પૂછપરછ માટે ગાંધીનગર લઇ જવાયા ?

 

રાજકોટઃ શહેરનાં રેલ્વેનાં કોઠી કમ્પાઉન્ડમાં આવેલ રેલ્વે ડિવિઝનલ એન્જિનિયરનાં ઘરે સીબીઆઈ દ્વારા તપાસ કરાઈ હતી એન્જિનિયર વેદ પ્રકાશ શ્રીવાસ્તવનાં ઘરે તપાસ દરમિયાન તેઓની અટકાયત કરીને પૂછપરછ કરવા માટે તેઓને ગાંધીનગર લઇ જવામાં આવ્યાં હતાં.

 જાણવા મળ્યા મુજબ મુંબઇથી રાજકોટ બદલી થઇને આવેલા રેલ્વે ડિવીઝલન એન્જિનિયર વેદ પ્રકાશ શ્રીવાસ્તવનાં ઘરે રેડ પાડીને લોકરની તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી કેટલુંક સાહિત્ય પણ કબ્જે કરવામાં આવ્યું હતું.

  એવું મનાય રહયું છે કે અધિકારીનાં કોઇક સગા સંબંધી દ્વારા ઉચ્ચ કક્ષાએ કેટલીક ફરિયાદો પણ કરવામાં આવી હતી અથવા તો અમુક વ્યક્તિઓ દ્વારા CBIને બાતમી પણ આપી હોવાની વાત વહેતી થઇ હતી. બનાવનાં પગલે અન્ય રેલવે અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ભારે સોંપો પડી ગયો છે.

(10:23 pm IST)