Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

આજી રીવર ફ્રન્ટનાં બીજા તબકકામાં નદીના બંને કાંઠે સુરક્ષા દિવાલો બનશેઃસમિક્ષા

રાજકોટ, તા.૨પઃ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર આજી રિવર ડેવલપમેન્ટ પ્રોજેકટ અનુસંધાને મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાની અને રાજકોટના ધારાસભ્યશ્રીઓ શ્રી ગોવિંદભાઈ પટેલ અને શ્રી અરવિંદભાઈ રૈયાણી અને સંબંધિત અધિકારીઓ અને કન્સલ્ટન્ટ એજન્સીના તજજ્ઞોને સાથે રાખી આજી નદીની મુલાકાત લઇ ત્યાં ચાલી રહેલા વિવિધ ડેવલપમેન્ટ વર્કનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું, અને ત્યારબાદ સાંજે યોજાયેલી બેઠકમાં આ પ્રોજેકટની વિવિધ ટેકનિકલ, ભૌગોલિક અને કુદરતી બાબતો અંગે ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. તે વખતના તસ્વીર આ તકે કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવેલ કે આજી ઉપર ફ્રન્ટનાં બીજા તબકકાની કાર્યવાહીમાં નદીના બંને કાંઠે સુરક્ષા દિવાલની કામગીરી હાથ ધરાશે.આ બેઠકમાં સિટી એન્જીનીયરશ્રીઓ  ચિરાગ પંડ્યા અને કે.એસ.ગોહેલ, પર્યાવરણ ઈજનેર શ્રી એન.આર.પરમાર, ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા, તથા ડેપ્યુટી એન્જીનીયરશ્રીઓ વગેરે હાજર રહયા હતાં.

(4:28 pm IST)