Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ઇન્સેકિટ સાઇડસ કંપનીના 'કાયાકલ્પ'ની મદદથી મગફળીના પાક ઉત્પાદનમાં ર૦ ટકાનો વધારો

રાજકોટના ખેડુતોને નિર્દેશનઃ ખેડુતોને સ્વસ્થ જમીન-પાક માટે શિક્ષિત કરાયા : કાયાકલ્પ જૈવીક ઉત્પાદન છેઃ પત્રકારોને માહીતી આપતા પી.સી.પાબ્બી

આઇઆઇએલ કંપનીએ પોતાના કાયાકલ્પ ઉત્પાદન અંગે પત્રકારોને માહીતી આપી હતી. તસ્વીરમાં વાઇસ પ્રેસીડેન્ટ પી.સી.પાબ્બી અને એજીએમ સંજય સિંઘ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., રપઃ ઇન્સેકિટસાઇડસ ઇન્ડીયા લી. (આઇઆઇએલ)ના ઓર્ગેનીક ઉત્પાદન 'કાયાકલ્પ'ના ઉપયોગથી ગુજરાતમાં મગફળીના પાકની ઉપજમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કાયાકલ્પથી માત્ર ઉપજમાં જ ર૦ ટકા સુધીનો વધારો તો થયો જ સાથે સાથે માટીના રંગ અને બંધારણમાં પણ સ્પષ્ટ સુધારો થયો છે. કાયાકલ્પના ઉપયોગ પછી મગફળીના છોડ પહેલા કરતા વધુ તંદુરસ્ત અને લીલા નજર આવી રહયા છે તેમ પત્રકાર પરીષદમાં કંપનીના વાઇસ પ્રેસીડન્ટ, પી.સી.પાબ્બી અને એજીએમ શ્રી સંજયસિંઘે જણાવ્યું હતું.

રાજકોટના દેવડા ગામના ખેડુત જેમણે પોતાના ખેતરોમાં કાયાકલ્પનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે તેમની જમીન વધુ પ્રમાણમાં ભેજ સંગ્રહ કરવા સક્ષમ થઇ જેનો અર્થ એ છે કે તેમને પહેલા કરતા ઓછી સિંચાઇની જરૂર પડે છે તેમ પણ ઉમેર્યુ હતું.

છેલ્લા વર્ષે એક ખેડુત જયસુખભાઇ તેના મગફળીના ખેતરમાં કાયાકલ્પનો ઉપયોગ કરે છે. તે કહે છે કે કાયાલ્પનો ઉપયોગ કર્યા પછી મારા પાકમાં ઉત્પાદનમાં ૨૦ ટકા સુધીનો વધારો થયો છે. હવે છોડમાં પહેલાના પ્રમાણમાં વધારે મગફળીની સંખ્યા બેસે છે. માટી સમય સુધી ભેજ પકડી રાખે છે એટલું જ નહિ હવે મગફળીની સાઇઝ પણ વધી ગઇ છે. તથા મારો પાક અન્ય કરતા વધારે લીલો અને તંદુરસ્ત દેખાય છેતથા તેના ફાયદાના પ્રમાણમાં આ પ્રોડકટ ખુબ જ વાજબી છે.આઇઆઇએલના વાઇસ પ્રેસીડેન્ટ શ્રી પી.સી.પબ્બીએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેવડાના આ ખેડુતોએ આઇઆઇએલ દ્વારા દેવડામાં ખેડુતો માટે યોજાયેલા એક ખેડુત શિબિરમાં પોતાના અનુભવ વહેચ્યા હતા. કાર્યક્રમના આજના સત્રમાં આશરે રપ૦ ખેડુતોએ ભાગ લીધો હતો. જે ખેડુતોએ કાયાકલ્પનો તેમના ખેતરોમાં પહેલેથી ઉપયોગ કર્યો છે તેઓ પરીણામોથી ખુબ જ પ્રભાવીત થયા છે તથા તેઓ આગામી પાક દરમિયાન પણ આ સંશોધનાત્મક ઉત્પાદન કાયાકલ્પનો ઉપયોગ કરશે. કંપનીના એજીએમ (માર્કેટ ડેવલપમેન્ટ) શ્રી સંજય સિંઘે જણાવ્યું કે વિવિધ પ્રકારની જમીનોમાં અમે કાયાકલ્પની ચકાસણી કરી હતી અને તેના પરીણામોથી સંપુર્ણપણે સંતુષ્ટી થઇ હતી. હવે ખેડુતોના આ સકારાત્મક પ્રતિભાવોએ અમને વધારે પ્રોત્સાહીત કર્યા છે. અમે આવી વધુ શિબિરોનું આયોજન કરી રહયા છીએ. જેથી વધુને વધુ ખેડુતો અમારા ઉત્પાદનનો લાભ લઇ શકે તથા પોતાની જમીનને જીવંત બનાવી તેના કુદરતી શકિત પાછી લઇ શકે. કંપની દેશની ટોપ-૧૦ કંપનીમાં હોવાનું અને ૧૧૦૦ કરોડથી વધુનું માર્કેટ ધરાવતી હોવાનું ઉમેરાયું હતું.

(4:23 pm IST)