Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

રોયલ રાજપુતાના યુવા ગ્રુપ દ્વારા ૫ જૂનથી ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ટૂર્નામેન્ટ યોજાશે

સ્વ. મહિપતસિંહજી એમ. જાડેજા (ઘંટેશ્વર) ઓપન ગુજરાત કપ : ૧૬ જૂનના રોજ ફાઈનલઃ રાજપુત ગીરાસદાર ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ

રાજકોટ, તા. ૨૫ :. દર વર્ષની માફક આ વર્ષે પણ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સ્વર્ગસ્થ મહિપતસિંહજી એમ. જાડેજા ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયુ છે. આ વખતે રોયલ રાજપૂતાના યુવા ગ્રુપ દ્વારા ઝળહળતુ રાત્રી પ્રકાશ ટૂર્નામેન્ટનું આયોજન કરાયુ છે. માત્ર ગીરાસદાર ક્ષત્રિય રાજપૂત સમાજના ખેલાડીઓ માટે યોજાનાર આ ટૂર્નામેન્ટના કારણે ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ પ્રવર્તે છે.

રાજપૂત ક્ષત્રિય યુવાનોમાં ખેલદીલીની ભાવના વિકસે યુવાનો વ્યસનમુકત બને. સંગઠન અને એકતાના ગુણો વીકસે એવા ઉદેશથી રમાડાતી આ ટૂર્નામેન્ટમાં વિજેતા ટીમોના ખેલાડીઓને આકર્ષક ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે. આ રાત્રી પ્રકાશ ટેનીશ ટૂર્નામેન્ટ મા૬ ગીરાસદાર ક્ષત્રિય રાજપુત સમાજના ખેલાડીઓ માટે છે. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ઈચ્છતા ગીરાસદાર રાજપુત ક્ષત્રિય સમાજની ટીમોએ એન્ટ્રી ફોર્મ મેળવી તા. ૧-૬-૨૦૧૮ સુધીમાં ભરીને પરત આપવા વિનંતી કરાયેલ છે.

ટૂર્નામેન્ટ તા. ૫-૬-૨૦૧૮થી સાંજે ૬ વાગ્યાથી શરૂ થશે અને તા. ૧૬-૬-૨૦૧૮ રોજ ફાઈનલ મેચ રમાડવામાં આવશે. આ ટૂર્નામેન્ટની એન્ટ્રી ફી રૂ. ૫૦૦૦ રાખવામાં આવેલ છે. મર્યાદીત ટીમો લેવાની હોય તેથી વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ સ્વીકારવામાં આવશે. ટૂર્નામેન્ટની તા. ૫-૬-૨૦૧૮થી તા. ૧૬-૬-૨૦૧૮ સુધી. પી.ડી. માલવીયા કોલેજ કેમ્પસ, ગોંડલ રોડ રાજકોટ ખાતે યોજાશે.

ટૂર્નામેન્ટના ડ્રોની તા. ૨-૬-૨૦૧૮ અને એન્ટ્રી ફી સ્વીકારવાની છેલ્લી તા. ૧-૬-૨૦૧૮ છે.

આયોજનને સફળ બનાવવા માટે ખોડુભા જાડેજા - ઘંટેશ્વર, ગીરીરાજસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ વાળા, પ્રવિણસિંહ ચુડાસમા, જયેન્દ્રસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા-ન્યુ સહિયર, રાજવીરસિંહ વાળા, વિજયસિંહ રાઠોડ, વી.બી. ગોહીલ, કુલદીપસિંહ ઝાલા-બલીભાઈ, હીતુભા જાડેજા, મયુરસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા-વકીલ, મહિપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, કુમારસિંહ રાણા, પૃથ્વીરાજસિંહ સરવૈયા, પરાક્રમસિંહ ગોહેલ, રાજેન્દ્રસિંહ ઝાલા વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

ફોર્મ તથા વધુ વિગત માટે દિલીપસિંહ રાઠોડ (૯૯૭૯૭ ૯૯૯૯૭), ધર્મરાજસિંહ ચુડાસમા (૯૯૭૪૯ ૫૫૫૫૦), રાજભા પરમાર (૯૮૭૮૯ ૯૦૦૯૯), અજયસિંહ જાડેજાનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે દર વર્ષે રેલ્વે કોઠી કમ્પાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ ટૂર્નામેન્ટનું આયોજન થતુ હતુ પરંતુ રોયલ રાજપૂતાના યુવા ગ્રુપ દ્વારા આ વખતે રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયુ છે. જેના કારણે ભારે ઉત્સાહ અને ઉત્તેજના જાગી છે.

(4:22 pm IST)