Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પથારીવશ ૭૪ વર્ષના વૃધ્ધાને કી હોલ સ્પાઇન સર્જરી કરતા ડો. અમીત સંઘવી

બીજા દિવસે જ દર્દી હરતી ફરતી થઇ ગઇ કમરનો અસહય દુખાવાથી પરેશાન દર્દીની સફળ સર્જરી કરી

રાજકોટ તા ૨૫ : સોૈરાષ્ટ્રના નિષ્ણાંત સ્પાઇન સર્જન ડો. અમીત સંઘવીએ ૭૪ વર્ષના વૃધ્ધાની જટીલ સર્જરી કી હોલ દ્વારા કરી દર્દીને હરતા ફરતા કર્યા છેે.

સ્ટર્લિંગ હોસ્પીટલ રાજકોટ ખાતે અનસુયાબેન બચુભાઇ જેઠવાને (ઉ.વ.૭૪) ર મહીનાથી કમરમાં ખુબજ અસહ્ય દુઃખાવો રહેતો હતો જેને લીધે તેઓ કફોડી હાલતમાં મુકાતા ગયા ચાલવું પણ શકય ન હતું અને તેમને સતત પથારીમાં આરામ કરવાની ફરજ પડી હતી. આવા સંજોગોમાં તેમને અચાનક હાર્ટ એટેક આવતા સ્ટર્ર્લીગ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવાર માટે ખસેડાયા હતા જયાં હ્રદયની એન્જીઓપ્લાસ્ટી બાદ દર્દીએ જુના  કમરના દુઃખાવાની ફરિયાદ કરતા સ્ટર્ર્ર્લિગ હોસ્પિટલના નિષ્ણાંત સ્પાઇન સર્જન ડો. અમીત  સંધવીને બતાવવામાં આવ્યું ડો અમીત સઘવી એ જરૂરી એમઆરઆઇ અને એકસરે તપાસ બાદ કમરના મણકાના ફેકચરનું નિદાન કરેલ હતું દર્દીની વૃધ્ધાવસ્થા અને કેલ્શિયમની ઉણપથી પોલા થઇ ગયેલ મણકાના ફેકચરને કુદરતી રીતે મટાડવુ શકય ન હતું અને જયાં સુધી મણકાનું ફેકચર સંંધાય નહિ ત્યાં સુધી દર્દીને દુઃખાવામાં રાહત મળે તેવું શકય ન હતું

મોટી ઉંમરે થતા મણકાના ફેકચર સમય સાથે જો કુદરતી રીતે જોડાય ન શકે તો તે મણકાનું હાડકુ સુકાય જતું હોય અને આવા પોલા મણકાના ફેકરચનેસ્ક્રુ વડે ફીટ કરી, સીમેન્ટથી જામ કરવું પડતું હોય છે. આ પ્રકારના ઓપરેશન ૧૦-૧૫ સે.મી. લાંબા ચેકા વડે ઓપન સ્પાઇન સર્જરીથી કરવામાં આવે છે. પરંતુ દર્દી અનસુયાબેનના કેસમા હ્રદયની એન્જીઓપ્લાસ્ટી થયેલ હોવાથી આગામી ૧ વર્ષ સુધી લોહી પાતળુ રાખવાની દવા આપવાની હોવાથી ઓપન સ્પાઇન સર્જરીમાં વધુ પડતા રકતસ્ત્રાવં ને લીધે મૃત્યુનું જોખમ હતું. આ કારણોસર ઓપન સ્પાઇન સર્જરી જોખમી હોવાથી ડો. અમીત સંઘવીએ ફ્રી-સ્પાઇન સર્જરી વડે આ ઓપરેશન કરવાનું નક્કી કર્યુ. ડો. અમીત સંઘવીએ માત્ર ૧ ઇંચના ચેકા વડે મણકાનું ફેકચર સ્ક્રુ પ્લેટથી ફિટ કરી સિમેન્ટથી જામ કરી દીધુ હતું ફ્રીહોલ સ્પાઇન સર્જરીમાં માત્ર ૧ ઇંચના ચેકા વડે ઓપરેશન શકય બનતા રકતસ્ત્રાવની માત્રા નજીવી થઇ જતી હોય છે અને લોહી પાતળુ કરવાની દવાઓ બંધ કરવાની જરૂર પડતી નથી દર્દી અનસુયાબેનના ઓપરેશનમાં માત્ર ૫૦ એમએલ રકતસ્ત્રાવ થયેલ હતો જે દર્દીની જાનની સલામતી માટે જરૂરી હતું ઓપરેશનના બીજા જ દિવસે અનસુયાબેનને વોકરથી ચાલતા કરી દેવામાં આવ્યા હતા. માત્ર ૧ ઇંચના નાના ચેકાના કારણે ઓપરેશનના દુઃખાવાનું પ્રમાણ ખુબજ ઓછુ હોય છે અને રિકવરી પણ  ઝડપથી મળે છે. હાલ ઓપરેશનના ૧ મહિના પછી દર્દી દુઃખાવા વગર ઘરમા સ્વતંત્ર રીતે હરી ફરી શકે છે. આ ઓપરેશનમાં નિષ્ણાંત એનેસ્થેટિસ્ટ તરીકે ડો. હેતલ વડેરાની હાજરી પણ અમૂલ્ય હતી.

ડો. અમીત સંઘવી છેલ્લા આઠ વર્ષથી રાજકોટની સ્ટર્ર્લિગ હોસ્પિટલમાં સિનીયર સ્પાઇન સર્જન તરીકે ફરજ બજાવે છે. ડો અમીત સંઘવી સમગ્ર ગુજરાતમાં ડો. એન.બી. ફેલોશીપ ઇન સ્પાઇન સર્જરીની દેશની સર્વોચ્ચ સુપરસ્પેશ્યાલીટી સ્પાઇન ડીગ્રી ધરાવનારા પ્રથમ સ્પાઇન સર્જન છે. આ સિવાય તેમણે મિનિમલી ઇન્વેસીવ  (એન્ડલસ્કોપીક) સ્પાઇન સર્જરી અને એડવાન્સ સર્વાઇકલ સ્પાઇન સર્જરીની તાલીમ જર્મની, સાઉથ કોરિયા અને જાપાનથી મેળવેલ છે.

આ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએે પણ વિવિધ સમેંલનમાં ફેકલ્ટીસ્તરે હાજરી આપી ચુકયા છે અને તેમને સર્વશ્રેષ્ઠ સંશોધા પેપર૨૦૧૦ નો આંતરરાષ્ટ્રીય પેટ્રીક કલુગર એવોર્ડ પણ એનાયત થયેલ છે. ડો. અમીત સંઘવી મણકાની વિવિધ બીમારીઓ જેમકે ગાદી ખસી જવી, ચાલવાની તકલીફ, નસની તકલીફ, સાયટીકા, ડોક-કમરનો દુઃખાવો મણકાના ટી.બી. અને કેન્સર તેમજ બાળકોમાં ખૂધની તકલીફના નિષ્ણાંત છે. કી-હોલ સ્પાઇન સર્જરીમાં સફળતા એ સ્ટર્લિગ હોસ્પિટલ રાજકોટ તથા ડો. અમીત સંઘવી માટે યશકલગી સમાન છે અનેભવિષ્યમાં પણ આવી નવીનતમ સારવાર પધ્ધતિ આવેે અને તેનો ફાયદો લોકો સુધી પહોંચે તેના માટે હંમેશા કટિબધ્ધ છીએ.

(4:22 pm IST)