Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કારખાનાના ભાગીદારે કરેલ આપઘાતના કેસમાં પકડાયેલ ભાગીદારનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા.૨૫: સને ૨૦૧૪માં ૮૦ ફુટ રોડ પર આવેલ હાર્ડવેર ટર્નીગ કારખાનાના ભાગીદાર ગુજરનાર મેહુલભાઇ લીંબાભાઇ કોળીએ કારખાનામાં ભાગીદાર બાબુભાઇ સગરામભાઇ કોળીએ ભાગીદારી છુટી કરતા અને કારખાનામાંથી મશીનરી પરત લઇ ભાગીદારીમાં કરેલ ધંધાના મીલ્કતની રકમ ન આપતા કારખાનામાં જ ઝેરી પ્રવાહી પીને આપઘાત કરેલ જે અંગે ગુજરનારના ભાઇ મનીષભાઇ લીંબાભાઇએ નવા થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા આરોપી બાબુભાઇ સગરામભાઇ ધરપકડ કરેલ અને કોર્ટમાં રજુ કરેલ. આ કેસ ચલાવવાની સતા સેસન્શ કોર્ટને હોય જેથી કેસ કમીટ થઇ સેસન્સ કોર્ટમાં આવેલ અને સેસન્સ કોર્ટમાં કેસ પુરાવા પર આવેલ, પ્રોસીકયુશન તરફે ૧૯ સાક્ષી તથા ૧૬ દસ્તાવેજી પુરાવા રજુ કરેલ અને બચાવ પક્ષ તરફે ર સાક્ષીની જુબાની થયેલ. પુરાવો પુર્ણ થયા બાદ બંન્ને પક્ષની રજુઆત ધ્યાને લઇ સેસન્સ કોર્ટે આરોપીને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામે ગુજરનાર સાથે આરોપીની ભાગીદારી છુટી કરતા ગુજરનાર તથા કુટુંબની આર્થીક પરીસ્થીતી નબળી થઇ ગયેલ અને આર્થીક સંકળામણ ભોગવતા હતા. જેને કારણે ગુજરનારે આપઘાત કરેલ. આપઘાત કરતા પુર્વે બનાવના આગલા દિવસે ગુજરનાર તથા આરોપી વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયેલ આરોપીએ પૈસા ન આપતા ગુજરનાર આર્થીક સંકળામણ ભોગવતો હતો તેને કારણે આપઘાત કરેલ તેવી રજુઆત આરોપીના વકિલ રોહિતભાઇ ઘીયાએ કરેલ, તેમજ વીવીધ હાઇકોર્ટના ચુકાદા રજુ કરેલ અને ચુકાદા તરફે ધ્યાન દોરેલ. ચુકાદામાં દર્શાવેલ સીધ્ધાંતો અંગે ચર્ચા કરતા આરોપી તરફે રજુ થયેલ ચુકાદા આ કેસની હકિકતને લગતા હોય, આરોપીના ત્રાસને કારણે આપઘાત કરેલ તેવુ પ્રોસીકયુશન સાબીત કરવામાં નીષ્ફળ ગયેલ છે. આ કેસમાં ગુજરનારના સગાઓ આડોશી-પાડોશીને જુબાનીઓ વીરોધાભાસ હકીકતવાળી જુબાની આપેલ હોય જે પ્રોસીકયુશનના કેસને જડમુળમાંથી નાશ કરેલ છે. ઉપરોકત દલીલો ધ્યાને લઇ આરોપીને સેસન્સ જજ શ્રી વી.વી.પરમારે આરોપીને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં આરોપી તરફે એડવોકેટ શ્રી રોહિતભાઇ બી.ઘીયા, ચેતન આર.ચભાડીયા રોકાયેલ હતા તથા મદદગારીમાં આર.બી.ચોરીયા રોકાયેલ હતા.

(4:21 pm IST)