Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પૂનાની નેશનલ ડાન્સીંગ-સ્કેટીંગ કોમ્પીટીશનમાં કૌવત બતાવવા પૂજા હોબી સેન્ટરના બાળકો સજ્જ

રાજકોટ : તાજેતરમાં પુના ખાતે યોજાનારી ૨૧ મે થી ૧ જુન અખિલ ભારશતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા લિમકા બુક ઓફ રેકર્ડ કોમ્પીટીશનમાં અંદાજીત ૭૫૦૦ થી વધારે બાળકો પાર્ટીસીપન્ટર થાય છે. ૨૮ થી વધારે રાજયો સામિલ હોય છે. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાનારી નેશનલ ડાન્સ કોમ્પીટીશનમાં પૂજા હોબી સેન્ટરના ૩૨ બાળકો વિવિધ કેટેગરી હીપહોપ-સાલ્સા-લીરીકલ-કન્ટેમ્પરરી-ફ્રી સ્ટાઇલ -સ્કેટીંગ ડાન્સ જેવી સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિજેતા બાળકોને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. આ તમામ બાળકો પુના નેશનલ લેવલે પોતાની પ્રતિભા દેખાડવા માટે જવાના છે. જેમાં દર્શિલ ગાંધી, હિમેશ ચોૈધરી,લિરીકલ, હિપહોપ, સ્વરા ઉકાણી અને યશ શાહ કન્ટેમ્પરરી, ફ્રીસ્ટાઇલમાં શોૈર્ય ભાવસાર, ખ્વાબ અંતાણી, ખુશ ઠક્કર અને નમન પંડયા, ફોક સ્ટાઇલમાં તનવીર શેખ-ડયુએટ મોર્ડન સ્ટાઇલ ખુશ અને નમન તથા મોર્ડન ફ્રી સ્ટાઇલ સ્કેટીંગ આર્ટીસ્ટીક ગૃપ તથા નિર્વેદ બાવીસી અને ખુશી ઉનડકટ, જીમનાસ્ટીક ફ્રી સ્ટાઇલમાં પોતાનું પરફોમન્સ બતાવશે. ૧૨ દિવસ ચાલનાર ઇન્ડીયાની સોૈથી મોટી કોમ્પીટીશનમાં છેલ્લા ૮ વર્ષથી પુજા હોબી સેન્ટરના બાળકો પોતાનું કૌશલ બતાવશે આ તમામ બાળકોને કોરીયોગ્રાફી તરીકે શિવાસર, પાર્થસર, અવેશસર, અલીસર,નિરાલીદીદી, નઝમાદીદી, અંકિતાદીદી, ડો. પુજા રાઠોડ, દીપુદીદી તથા સંચાલિકા પુષ્પાબેન રાઠોડ છેલ્લા ૨ મહિનાથી તાલીમ આપી રહ્યા છે. આ બાળકો વિજેતા થશે તો આગામી ડિસેમ્બરમાં દુબઇ ખાતે યોજાનારી ઇન્ટરનેશનલ ડાન્સ કોમ્પીટીશનમાં રમવા જવાની તક મળશે. પુજા હોબી સેન્ટરના આ  બાળકો દેશના ૨૭ થી વધારે રાજયોમાં ડાન્સીંગમાં પોતાની પ્રતિભા બતાવી ચુકયા છે તથા ૧૫ થી વધારે દેશો જેવા કે બેંગકોક-સીંગાપોર-દુબઇ-નેપાળ-ઇટલી-ફ્રાન્સ-મલેેશીયા-ચાઇના-બાંગ્લાદેેશ-ઓસ્ટ્રેલીયા-ન્યુઝીલેન્ડ-અમેરીકા-તાઇવાન-શ્રછલંકા-ઇન્ડોનેશીયા-બેલઝીયમ વગેરે દેશોમાં ઇન્ટરનેશનલ લેવલે વિજેતાથઇને પરત ફર્યા છે. પુજા હોબી સેન્ટરના તમામ કીટી મેમ્બરો મોૈલેશભાઇ પટેલ-જવાહરભાઇ ચાવડા-હિમાંશુભાઇ રાણા-સુરેશભાઇ ત્રિવેદી-રમાબેન હેરભા- રત્નાબેન સેજપાલ -ઉમેશભાઇ શેઠ-વિજયભાઇ કારીયાએ શુભેચ્છા પાઠવી છે. આ સાથેજ પુનાથી તા ૧ થી ૩ જૂન ઓરંગાબાદ ખાતે યોજાનારી ૨૨ મી ઓલ ઇન્ડીયા રીલે સ્કેટીંગ કોમ્પીટીશનમાં આ બાળકો ભાગ લેશે જેમાં ફ્રી સ્ટાઇલ, ફીંગર, પેર સ્કેટીંગ, સ્કેલેથોન, સ્કેટીંગ જમ્પ, સ્પીડ (ઇનલાઇન-કવાર્ડ-ટેનાસીટી) તથા રીલેમાં આ બાળકો જુદા જુદા એઇજગૃપમાં પોતાનું કૌવત દેખાડશે.

રાજકોટના પુજા હોબી સેન્ટરના બાળકો નેેશનલ લેવલે  છેલ્લા ૧૮ વર્ષથી વિવિધ કેટેગરીમાં નંબર મેળવી ઓવર ઓલ ચેમ્પીયન ટ્રોફી પ્રાપ્ત કરે છે. જેમાં દર્શિલ ગાંધી, શોૈર્ય ભાવસાર, ખ્વાબ અંતાણી,કશ્યપ તંતી, સીમરન તંતી, યશ શાહ, નેશનલ લેવલે હંમેશા વિજેતા થઇને પરત ફર્યા છે. જો આ બાળકો નેશનલમાં વિજેેતા થશે તો ઇન્ડોનેશીયા (બાઇલીખાતે યોજાનારી ઇન્ટરનેશનલ કોમ્પીટીશનમાં રમવા જવાની ઉચ્ચ તક મળશે. આબાળકો જેમાં દર્સ્શલગાંધી-કશ્યપતંતી-ખુશ ઠક્કર-નમન પંડયા-કેવીન સિધ્ધપુરા- યશ શાહ- મીત ગાંધી-તનવીર શેખ-નીસર્ગ કાગડા- શોૈર્ય ભાવસાર- હિમેશ ચોૈધરી-ખ્વાબ અંતાણી-નિવૈદ્ય બાવીશી-યુવરાજ કુદનાની-આદીત્ય પટેલ-ફૈલીકસ બાસીડા-કીયાન બાસીડા-સીમરન તંતી- ડૈઝી વીરડીયા-ખુશી ઉનડકટ- સ્વરા ઉકાણી-રીતીશા વ્યાસ વિગેરે બાળકો આર્ટીસ્ટ -સ્કેટીંગ ડાન્સ-ફ્રી સ્ટાઇલ-પેર ડાન્સ તથા ડીગર સ્કેટીંગ અને તદન નવી જ ગેઇમ સ્કેલેથોન તથા સ્કેટ જમ્પમાં છેલ્લા ૩ મહિનાથી પ્રેકટીસ કરી રહ્યા છે. આ તમામ બાળકોને દીપુદીદી (છેલ્લા ૨૨ વર્ષથી સ્કેટીંગની તાલીમ આપે છે) ડો પુજા રાઠોડ (૧૮ વર્ષ નેશનલ ચેમ્પીયન, ૮ વર્ષ ઇન્ટર નેશનલ ગોલ્ડ મેડલીસ્ટ) તથા સંચાલીકા શ્રીમતી પુષ્પાબેન રાઠોડ (છેલ્લા ૨૮ વર્ષનો સ્કેટીંગનો બહોળો હનુભવ) ના માર્ગદર્શન નીચે આ બાળકો કે જે ે ૪ થ્િ ૧૮ વર્ષના છે તે ભાગ લેવાના છે. અન તમામ બાળકોને નિશીથભાઇ ચાવડા (અમદાવાદ), કિશોરસિંહ ચોૈહાણ મ્પૂને), સંતોષ સોની (એમ.પી) અબ્દુલ શેખ (આંધ્રપ્રદેશ) મોૈલેશભાઇ પટેલ (રાજકોટ) , જવાહરભાઇ ચાવડા (માણાવદર) એશુભેચ્છા પાઠવી છે.

(4:12 pm IST)