Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

વીવીપીમાં સેમીનાર

 રાજકોટ : ઇન્સ્ટીટયુશન ઓફ એન્જીનીયર્સ દ્વારા ઓલ ઇન્ડિયા સેમીનારનું આયોજન થયું જેનો વિષય ''રીસેન્ટ ટ્રેન્ડસ ઇન રીન્યુએબલ એનર્જી એન્ડ રીસર્ચ'' સેમીનારનું ઉદ્ઘાટન પી. રાજમણી-વાઇસ પ્રેસીડેન્ટ, નવીનભાઇ વસોયા પાસ્ટ પ્રેસીડન્ટ, ડો. રાજુલ ગજ્જર-પ્રિન્સીપાલ વિશ્વકર્મા એન્જીનીયરીંગ કોલેજ, ચાંદખેડા  દ્વારા કરવામાં આવ્યું. સેમીનારનો હેતુ, આજના સમયમાં ઉપયોગમાં લેવામાં આવતા ઉર્જાસ્ત્રોત કે જે ભારે પ્રમાણમાં પ્રદુષણ માટે જવાબદાર છે. જેમાં કોલસો, પેટ્રોલ, ડીઝલ જેવા પદાર્થોને સમાવેશ થાય છે. તેનો ઉપયોગ ઘટાડીને પુનઃ પ્રાપ્ત ઉર્જાસ્ત્રોત વિશે જાગૃતિ ફેલાવી તેનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય તેવો હતો. વિષય વસ્તુ રજૂ કરવા માટે વિવિધ ક્ષેત્રોમાંથી તજજ્ઞ એવા અતિથિવિશેષ તથા એન્જીનીયરીંગ શાખામાં કાર્ય કરતા પ્રાધ્યાપકો ખાનગી કંપનીમાં ફરજ બજાવતા ઇજનેરો તથા ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા સંશોધનોની વિસ્તૃત છણાવટ  કરવામાં આવી હતી. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર, મિકેનીકલ વિભાગના વડા ડો. જીજ્ઞાસા મહેતા, સમગ્ર કર્મચારીગણ તથા વિદ્યાર્થીગણે અભિનંદન પાઠવ્યા હતા.

(4:11 pm IST)
  • રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલમાં 24 વર્ષના યુવાન હાર્દિક હડિયા બ્રેઇનડેડ જાહેર :અંગદાનનો નિર્ણય બાદ રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ગ્રીન કોરિડોરની વ્યવસ્થા :એર એબ્યુલન્સથી પાંચ વ્યક્તિને નવજીવન મળશે :મૂળ લીલાખાનાં યુવકના આંખ,કિડની,હૃદય,સહિતના અંગોની દાન કરાયું access_time 12:59 am IST

  • રાત્રે જમ્મુના બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ હુમલો :બે પોલીસ ઘાયલ :એક નાગરિકને પણ ઇજા :ગુરુવારે રાત્રે શંકાસ્પદ આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા જયારે શ્રીનગરમાં એક સીઆરપીએફ કેમ્પ પર હુમલો થયો જેમાં કોઈને ઇજાના અહેવાલ નથી access_time 1:25 am IST

  • અમદાવાદ : EDએ એબીસી કોટ્સપીન પ્રાઈવેટ લિમિટેડની રૂ. 14.5 કરોડ લાખની સંપત્તિ જપ્ત કરી : કંપની અને તેના ડિરેક્ટર આશિષ જોબનપુત્રાએ મળીને 804 કરોડ રૂપિયાની છેતરપિંડી અમદાવાદની બેન્ક ઓફ બરોડા અને ગોંડલની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે કરી હતી : અગાઉ આ મામલે સીબીઆઈએ કેસ કરેલો છે access_time 4:50 pm IST