Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

આર્યન બીડસના ડાયરેકટ ર સહિત બે આરોપીની જામીન અરજી મંજુર

નાગરીક બેંકના સિકયોરીટી ગાર્ડ ઉપરના ફાયરીંગ કેસમાં

રાજકોટ તા ૨૫ : નાગરીક બેન્કના તારણમાં રહેલ પડધરી અડબાલકા રોડ ઉપર આવેલ આર્યન બીડસ પ્રા. લી. ના ડાયરેકટ શૈલેષ હંસરાજભાઇ તળપદા તથા તેના મિત્ર હરેશભાઇ નાગાભાઇ દોંગા રાત્રીના કંપનીએ આંટો મારવા જતા બેન્કના સિકયોરીટી ગાર્ડ દ્વારા અપશબ્દો બોલતા સિકયોરીટી ગાર્ડ ઉપર શૈૈલેષભાઇ તળપદાએ તેના પરવાનાવાળા હથીયારમાંથી ફાયરીંગ કરી ખુનની કોશિષ કરતા ચકચાર જગાવનાર ગુનામાં બનને આરોપીઓને રેગ્યુલર જામીન પર મુકત કરતો હુકમ રાજકોટના  એડી.સેશન્સ જજ દ્વારા ફરમાવવામાં આવેલ છે.

કેસની હકીકત જોઇએ તો સિકયોરીટી એજન્સીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા અને નાગરીક બેન્ક દ્વારા રાખવામાં આવેલ સિકયોરીટીમાં પડધરી ગામથી અડબાલકા રોડ ઉપર આવેલ આર્યન બીડસ પ્રા.લી. ના ગેઇટ પર સિકયોરીટી ગાર્ડ પર ફરજાવતા અનિરૂધ્ધસિંહ ખુમાનસિંહ જાડેજાએ પડધરી પોલીસ સ્ટેશનમાં આર્યન બીડસ પ્રમ.લી. ના ડાયરેકટર શૈલેષ હંંસરાજભાઇ તળપદા તથા તેના મિત્ર હશેર નાથાભાઇ દોંગા વિરૂધ્ધ એ મતલબની યરીયાદ નોંધાવેલ કે, નાગરીક બેન્કના તારણમાં રહેલ આર્યન બીડસ પ્રા. લી. માં સિકયોરીટી તરીકે ફરીયાદીને રાખવામાં આવેલ હોય દરમિયાન રાતક્ષ્રીના સાડા અગીયાર વાગ્યે કંપનીના માલીક શૈલેષભાઇ તળપદા તથા હરેશભાઇ દોંગા મોટરસાઇકલ લઇ સ્થળ પર આવેલ અને બોલાચાલી તેમજ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી શૈલેષભાઇ પાસે રહેલ પરવાનાવાળા હથિયારથી ખુનની કોશિષના ઇરાદે ફરીયાદી પર બે રાઉન્ડ ફારીંગ કરી ગુનો આચરવામાં આવેલ.

ઉપરોકત ગુનના બનને અરજદારો શૈલેષ હંસરાજભાઇ તળપદા તથા હરેશભાઇ નાથાભાઇ દોંગાએ રેગ્યુલર જામીન પ મુકત થવા એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજી કરી હતી

કોર્ટે સંજોગો લક્ષેલેતા અરજદારોને રેગ્યુલર જામીન પર મુકત કરવાનું મુનાસીફ માની બન્જે અરજદારોને રેગ્યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામના અરજદારો/આરોપીઓ શૈલેષ તળપદા, હરેશ દોંગા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સંજય ઠુંમર,સહદેવ  દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેેન ડોબરીયા રોકાયેલ હતો.

(4:00 pm IST)