Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

બૌધ્ધ ધમ્મ સંઘ દ્વારા રવિવારે સર્વજ્ઞાતિય પસંદગી મેળો

બૌધ્ધ વિહાર ખાતે બે સેશનમાં આયોજન : ૩૦૦ થી વધુ ઉમેદવારો ભાગ લેશે : સ્થળ પર પણ નામ નોંધણી કરાવી શકાશે

રાજકોટ તા. ૨૫ : બૌધ્ધ ધમ્મ સંઘ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા જાતિ તોડો સમાજ જોડો અભિયાન તળે આગામી તા. ૨૭ ના રવિવારે સર્વજ્ઞાતિ યુવક યુવતિ પસંદગી મેળાનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો આપતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે રવિવારે સવારે ૮ વાગ્યે બૌધ્ધી સત્વ ડો. આંબેડકર બૌધ્ધ વિહાર કાલાવડ રોડ, કણકોટના પાટીયા પાસે આયોજીત આ કાર્યક્રમ સવારે ૮ થી ૧૨.૩૦ અને બપોરે ૩ થી પ એમ બે સેશનમાં થશે. બપોરે સમુહ ભોજનની પણ વ્યવસ્થા કરાઇ છે. ૨૫૦ થી ૩૦૦ ઉમેદવારોનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

નામ નોંધાવ્યુ ન હોય તેવા લોકો પણ સ્થળ પર ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સામેલ થઇ શકશે.

આ છઠ્ઠુ  આયોજન છે.

કાર્યક્રમમાં એડીશ્નલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ એસ.સી.એસ.ટી. સેલ પી. બી. ગોદીયા, આઇ.પી.એસ. એડીશ્નલ ડીરેકટર જનરલ ઓફ પોલીસ અનિલ પ્રથમ, શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ઇન્કમટેક્ષ જોઇન્ટ કમિશ્નર અરવિંદ સોનટેક, મ્યુ. ટાઉન પ્લાનર ઓફીસર મનસુખ સાગઠીયા, સુપ્રિન્ટેન્ડેન્ટ સેન્ટ્રલ જેલ જ. એમ. સોનારા, સેકટર મેનેજમેન્ટ જેલર એ. એસ. પરમાર, નિવૃત્ત જજ પ્રવિણભાઇ મકવાણા, નિવૃત્ત જેલર અમદાવાદ કિશનભાઇ પરમાર, વિરાણી સ્કુલના પૂર્વ પ્રિન્સીપાલ યોગેશભાઇ ગોડા, હિન્દી ભવનના પૂર્વ પ્રોફેસર અધ્યક્ષ ડો. એસ. પી. શર્મા, ઉદ્યોગપતિ અલ્કેશ ચાવડા, કેશોદના સામાજીક અગ્રણી અનિલભાઇ રાવલીયા, લોધીકાના સામાજીક અગ્રણી હરીશચંદ્રસિંહ જાડેજા, એલ.આઇ.સી. ડેવલપમેન્ટ ઓફીસર ગીરીશભાઇ સોલંકી, ગાયત્રીબા વાઘેલા, દ્વારકાધીશ શારદાપીઠ સુરેન્દ્રનગરના ટ્રસ્ટી મોહનભાઇ પટેલ, નિવૃત્ત આસી. કમિશ્નર અમદાવાદ ત્રિકમલાલ રણછોડભાઇ, પૂર્વ ડી.વાય.એસ.પી. રાજેશભાઇ દાફડા, સમાજ અગ્રણી મનુભાઇ ધાંધલ, ક્રિષ્ના પાર્ક હોટલવાળા હરીભાઇ પટેલ, પાટીદાર સમાજ અગ્રણી વલ્લભભાઇ પાનસુરીયા, ગોંડલના લેઉવા પટેલ અગ્રણી વલ્લભભાઇ સગપરીયા, ભુપતસિંહ ઝાલા, સંકલ્પ ભુમિ સંપાદક વડોદરા રાજકુમારસિંહ, કેશોદના અગ્રણી બળવંત વોરા, રાજકોટના રાજુભાઇ મકવાણા વગેરે ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન પ્રિયદર્શી સંભાળશે.

તસ્વીરમાં કાર્યક્રમની વિગતો આપતા રાષ્ટ્રીય પ્રમુખ ગૌતમ ચક્રવર્તી, પ્રદેશ પ્રમુખ દેવશીભાઇ દાફડા, પ્રદેશ મહિલા પ્રમુખ શાન્તાબેન મકવાણા, પ્રદેશ મંત્રી નરેન્દ્રભાઇ ચાવડા, બીજલભાઇ પમાભાઇ, પ્રદેશ કોષાધ્યક્ષ પ્રેમજીભાઇ ચંદ્રપાલ, માલધારી સમાજ અગ્રણી દિનુભાઇ માલધારી, વલ્લભભાઇ સગપરીયા, લલિત ડાંગર, રમેશ ચાવડા, વિનોદભાઇ ડાંગર, વલ્લભભાઇ પાનસુરીયા, ચિરાગભાઇ પાનસુરીયા, દામજીભાઇ રાજપુત નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બથગરીયા)

(3:59 pm IST)