Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કોઠારીયામાં વોંકળા માંથી ૬ ગેરકાયદે બાંધકામનો કડુસલોઃ માથાકુટ

વન વીક વન વોંકળા અંતર્ગત ટી.પી. શાખા દ્વારા વચ્છરાજનગર, રામરણુજા સહિતના વિસ્તારમાં ૪ મકાનો - પલીન્થ - ઓરડીના દબાણો દુર કર્યા

રાજકોટ તા.૨૫: ચોમાસા પુર્વે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં વન વીક વન વોકળા અંતર્ગત દબાણો હટાવામાં આવી રહયા છે. જે અન્વયે આજે શહેરના વોર્ડ નં. ૧૮માં કોઠારીયા ગામમાં વિવિધ વિસ્તારોના વોંકળામાં ખડકાયેલ ૪ પાકા મકાનો બે પતરા વાળી ઓરડી દુર તથા ત્રણ પ્લીન્થ સહિતના કુલ ૬ બાંધકામોનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં ડિમોલીશન દરમ્યાન અસરગ્રસ્તો અને તંત્ર વચ્ચે માથાકુટ થવા પામી હતી.

આ અંગે તંત્રની સતાવાર માહિતી મુજબ કમિશ્નર બન્છાનિધિ પાની ની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારમાં કોઠારીયા ગામમા ''વનવિક વન વોકળા અંતર્ગત'' વોર્ડ નં. ૧૮માં સોલિડ વેસ્ટ શાખા તથા બાંધકામ શાખા દ્વારા સુચવેલ હયાત વોટર વે (વોકળા) માં નડતરરૂપ કાચા-પાકા દબાણદુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જેમાં મુન્નાભાઇ જીવાભાઇ ચોેહાણનું વછરાજ નગર એક કાચુ મકાન દુર કરેલ, ૨. સોમાભાઇ લઘુભાઇ ચોેહાણનું વછરાજનગર એક કાચું મકાન ,૩. વછરાજ નગર નો વોકળા માંથી ત્રણ પ્લીન્થ/ બે પતરા વાળી ઓરડી દુર કરેલ છે, ૪.રામજ રણુજા સોસાયટી પાસે નો વોકળો માંથી એક પાકું મકાન સહિત કુલ ૬ બાંધકામોને તોડી પડાયા હતા.

તાજેતરમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ''વનવીક વન વોકળા'' અંતર્ગત સંયુકત કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખા ઇસ્ટઝોનના આસી. ટાઉન પ્લાનર જી.ડી. જોષી, જે.જે. પંડયા તથા ઇસ્ટઝોનનો તમામ ટી.પી. સ્ટાફ હાજર રહેલ.

 આ ઉપરાંત સ્થળ પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો સ્ટાફ તેમજ બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઇંજનેર કે.કે. મહેતા તથા રાજેશ ટાંકદબાણ હટાવ શાખા તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ હાજર રહયો હતો.(૧.૨૯)

(3:58 pm IST)