Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

શરદ રાઠોડના બ્રશમાંથી નિતરેલી કલા પ્રદર્શીતઃ વિશિષ્ટ ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ

મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, માંધતાસિંહજી જાડેજા, ડે.મેયર દર્શીતાબેન શાહ સહિતના આગેવાનોની ઉપસ્થિતઃ પ્રદર્શન એક સપ્તાહ ચાલશે

રાજકોટઃ અહિંના શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે મોટાગજાના ચિત્રકાર શરદકુમાર રાઠોડના નોખાઅનોખા ચિત્ર પ્રદર્શનનો ગઈ સાંજથી પ્રારંભ થયેલ છે. તા.૨૪ થી ૩૦ સુધી એમ એક સપ્તાહ સુધી ચાલનારા આ ચિત્રપ્રદર્શનમાં બર્ડવ્યુથી સર્જાયેલા ચિત્રો કાળા કલરની તાકાત પ્રદર્શિત કરશે. શરદકુમારે આર્ટ ક્ષેત્રે કોઈ ડીગ્રી  મેળવી નથી, પણ કુદરતી પ્રેરણાથી કલાક્ષેત્રને ગૌરવ બક્ષ્યું છે હાથ અને બ્રશ સિવાય ચિત્ર સર્જનમાં કોઈ કીમીયાનો ઉપયોગ કરતા નથી. કલા સાધના દ્વારા સિધ્ધી પ્રાપ્ત કરનાર શરદકુમાર (મો.૯૮૨૫૨ ૧૮૬૧૬) નવી પેઢી કલા તરફ આકર્ષિત થાય અને કલાના શોખીનોને નવીન્ય અનુભુતિ થાય તેવા ઉદ્દેશ્ય સાથે કલા પ્રદર્શન યોજી રહ્યા છે. ગઈસાંજે રેસકોર્ષમાં આવેલ આર્ટ ગેલેરી ખાતે પ્રારંભ થયેલ ચિત્ર પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે મ્યુ.કમિશ્નર શ્રી બંછાનિધી પાની, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, યુવરાજ શ્રી માંધાતાસિંહજી જાડેજા, યુવરાણી શ્રીમતિ કાદમ્બરીદેવી જાડેજા, આર્કિટેક કિરીટભાઈ કામદાર, કિશોરભાઈ ત્રિવેદી, વિજયભાઈ ચૌહાણ, વિ.ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૩૦.૧૨)

(3:51 pm IST)