Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બિગ બાઝાર પાછળ ચંદ્રપાર્કમાં જ્યોતિબેન શાહને બેફામ મારકુટ

એક વ્યકિતએ હાથેથી ગળુ દાબી ભીંતમાં માથુ અથડાવ્યું: પોલીસ ચોકીના સ્ટાફને પોતાનું પુરૂ નામ પણ ન જણાવ્યું, માર મારનારનું નામ પણ ન કહ્યું!

રાજકોટ તા. ૨૫: બપોરે એક મહિલા મુંઢ ઇજાઓ સાથે સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતાં. જેણે પોતાની સાથે મારકુટ થયાનું તબિબને જણાવતાં તબિબે એમએલસી કેસ જાહેર કરી પોલીસને જાણ કરી હતી. જો કે આ મહિલાએ પોતાને કોણે માર્યુ તેનું નામ જણાવ્યું નહોતું અને પોતાનું પુરૂ નામ પણ જણાવ્યું નહોતું.

હોસ્પિટલ ચોકીના રજીસ્ટરમાં થયેલી નોંધ મુજબ યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે રહેતાં જ્યોતિબેન શાહ (ઉ.૪૩)ને   બિગ બાઝાર પાછળ ચંદ્રપાર્કમાં એક વ્યકિતએ માર મારતાં સારવાર માટે દાખલ થયા છે. આ બાબતે તાલુકા પોલીસમાં નોંધ કરાવાઇ હતી. મહિલાએ પોલીસ કર્મચારીની પ્રાથમિક પુછતાછમાં પોતાનું પુરૂ નામ પણ જણાવ્યું નહોતું અને કોણે શું કામ માર માર્યો? એ પણ વિગતો જણાવી નહોતી. તબિબની પ્રાથમિક પુછતાછમાં પણ પોતાનું ગળુ દાબી ભીંતમાં માથુ અથડાવીને માર મારવામાં આવ્યાનું કહ્યું હતું. જો કે કોણે માર માર્યો તેનું નામ જણાવવાનો ઇન્કાર કર્યો હતો. તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

મહિલાની સાથે આવેલા વૃધ્ધાએ પોતે તેના માતા હોવાનું અને મહિલા પરિણીત હોવાનું તેમજ મોલમાં કામ કરતી હોવાનું કહ્યું હતું.

જલારામ-૨માં ભારતી રીબડીયાએ ડેટોલ પીધું

કોટેચા ચોક પાસે જલારામ-૨માં રૂમ રાખીને રહેતી ભારતી પંકજભાઇ રીબડીયા (પટેલ) (ઉ.૨૨) રાત્રે ડેટોલ પી જતાં સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિથી વહેલી સવારે રજા લીધી હતી. આ યુવતિ મુળ વિસાવદર પંથકની છે.

(3:56 pm IST)