Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

રૂ. છ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદઃ આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ તા. રપઃ રૂ. ૬,૦૦,૦૦૦/- નો ચેક પાછો ફરતા ખોખડદડના રહીશ પટેલ શખ્સની સામે કોર્ટમાં ફોજદારી ફરિયાદ થયેલ છે.

અત્રેના બનાવની વિગત એવી છે કે, આ કામના ફરિયાદી-ધર્મેશભાઇ અરજણભાઇ પરસાડીયાએ-આરોપી-દિનેશભાઇ જેરામભાઇ ખુંટ (પટેલ), બન્ને સંબંધના દાવે મિત્ર થતા હોવાથી રૂ. ૬,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા છ લાખ) પુરા, ફરિયાદીએ આરોપીને મદદ કરવાના હેતુસર આપેલ. જે અંગે આરોપી-દિનેશભાઇ જેરામભાઇ ખુંટ (પટેલ) એ, પ્રોમીસરી નોટ કરી આપેલ. જે રકમ પરત આપવા ચેક આપેલો હતો. જે ચેક ફરિયાદીએ તેમની બેંકમાં ડીપોઝીટ કરાવતા ''ફન્ડસ ઇન્સફીશ્યન્ટ'' બેલેન્સના કારણે ચેક પરત ફરેલ હતો.

આ ચેક બીનચુકતે પરત ફરતા-આરોપી-દિનેશભાઇ જેરામભાઇ ખુંટ (પટેલ) ને નોટીસ મોકલાવેલ. આમ છતાં આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલ નહીં તેથી આ કામના ફરિયાદીએ તેમના વકિલશ્રી આઇ. વાય. પરાસરા તેમજ હિતેષ મકવાણા-એડવોકેટ મારફત નેગો. ઇન્સ્ટ્રુ. એકટની કલમઃ ૧૩૮ મુજબ ફોજદારી ફરિયાદ કોર્ટમાં દાખલ કરેલ હતી.

રાજકોટના ચીફ જયુડી. મેજી. એ આરોપી-દિનેશભાઇ જેરામભાઇ ખુંટ (પટેલ) ને સમન્સ ઇસ્યુ કરી, કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે. ઉપરોકત કામમાં ફરિયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી આઇ. વાય. પરાસરા તેમજ હિતેષભાઇ મકવાણા-એડવોકેટ તરીકે રોકાયેલ છે.

(3:53 pm IST)
  • CJI ગોગોઈ જાતીય સતામણી કેસ : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી રંજન ગોગોઈ પર લગાવાયેલા જાતીય સતામણીના કેસ બાબતે ઇન-હાઉસ ઇન્ક્વાયરી પેનલની રચના કરવામાં આવી : શ્રી ગોગોઈ પછી નવા ચીફ જસ્ટિસ બનનાર શ્રી બોબળેની અધ્યક્ષતામાં રચાઈ આ પેનલ : આ પેનલના બીજા બે સભ્યો તરીકે જસ્ટિસ એન.વી. રામના અને શ્રી ઇન્દિરા બેનર્જીની પણ નિમણુંક કરાઈ : CJI ગોગોઈએ આ સમગ્ર મામલનો નિર્ણય આ નવી રચાયેલ પેનલ પર મૂકી દીધો હોવાનું જાણવા મળે છે. access_time 12:26 am IST

  • મારૂતિ ૧ એપ્રિલ ૨૦૨૦થી ડિઝલ કારનું ઉત્પાદન બંધ કરશે access_time 3:25 pm IST

  • બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુઃ સિસ્ટમ વધુ મજબુત બનીઃ તામિલનાડુ અને આંધ્રના શહેરોમાં ભારે વરસાદની શકયતાઃ હાલના અનુમાન પ્રમાણે આ સિસ્ટમ વધુ મજબુત બની રહી છે access_time 3:47 pm IST