Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ભરણ પોષણના કેસમાં પરિણિતાને મહિને ૧૦૦૦ની વધુ રકમ ચુકવવા પતિને હુકમ

રાજકોટ તા. રપ :.. ભરણ પોષણનાં કેસમાં ભરણ પોષણમાં વધારો કરવા અંગેની અરજદારની અરજી મંજૂર કરી ભરણ પોષણમાં વધારો કરવાનો હુકમ રાજકોટની ફેમીલી કોર્ટ હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરમાં રહેતા કવિતાબેન પરસોતમભાઇ સદારંગાણીએ તેના પતિ પરસોતમભાઇ હુંડલદાસ સદારંગાણી સામે ભરણ પોષણમાં વધારો કરવા માટે સી. આર. પી. સી. કલમ-૧ર૭ મુજબ વધારો કરવા માટે ફેમીલી કોર્ટમાં અરજી કરેલ હતી.

આ અરજી ચાલી જતાં બંને પક્ષકારોના પુરાવાઓ ધ્યાને લઇ બંને પક્ષેની દલીલો સાંભળી ફેમીલી કોર્ટના જજ શ્રી એસ. એમ. મહેતા એ અરજદારની અરજી મંજૂર કરી દર મહિને અરજદારના ભરણ પોષણમાં રૂ. ૧૦૦૦ નો વધારો કરી આપીને અરજીની તારીખથી રૂ. પ૦૦૦ અંકે રૂપિયા પાંચ હજાર પુરામાં વધારો કરી અને રૂ. ૬,૦૦૦ દર મહીને ચુકવવાનો હુકમ કોર્ટે કરેલ છે તેમજ અરજી ખર્ચના રૂ. ૭પ૦૦ અંકે રૂપિયા સાત હજાર પાંચસો પુરાનો હુકમ રાજકોટની પ્રીન્સીપાલ ફેમીલી કોર્ટના જજ સાહેબ શ્રી એસ. એમ. મહેતાએ હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદાર વતી એડવોકેટ મેઘાબેન બી. મહેતા રોકાયેલા હતાં.

(3:53 pm IST)