Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

કોઠારીયા સોલવન્ટની શિબાનીની બજરંગવાડીમાં રહેતાં પતિ-સાસુ-સસરા-નણંદ વિરૂધ્ધ ફરિયાદ

નાની-નાની વાતે મારકુટ ત્રાસ-મારી નાંખવાની અને છૂટાછેડાની ધમકી

રાજકોટ તા. ૨૫: કોઠારીયા સોલવન્ટ નારાયણનગર-૧માં રહેતી શિબાની જાવીદ પઢીયાર (ઉ.૨૪) નામની સંધી મુસ્લિમ પરિણીતાએ બજરંગવાડી-૧૦માં રહેતાં પતિ જાવીદ, સાસુ જીન્નતબેન, સસરા યુનુસભાઇ ઇસ્માઇલભાઇ પઢીયાર તથા નણંદ રૂબીના સરફરાજ શજા સામે મહિલા પોલીસ મથકમાં ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

શિબાનીએ ફરિયાદમાં જણાવ્યું છે કે યુનુસ સાથે સવા ત્રણ વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા છે. લગ્ન બાદ સાસરિયાઓએ એકાદ માસ સારી રીતે રાખી બાદમાં ઘરકામ બાબતે માથાકુટ શરૂ કરી હતી. સાસુ-સસરા-નણંદ દરેક વાતે ઝઘડા કરી મારકુટ કરતાં હતાં. છેલ્લે પુત્ર જીયાન સાથે સપ્ટેમ્બર-૨૦૧૭માં પોતાને કાઢી મુકાઇ હતી. જે તે વખતે પોલીસમાં અરજી આપી હતી. એ પછી પતિ સાથે સ્ટેમ્પ પેપર ઉપર સમજુતી કરાર કરી ૧/૫ના રોજ ઘરમેળે સમાધાન થઇ જતાં પોતે ફરિથી પતિ-સાસરિયા સાથે રહેવા માંડી હતી. ત્રણેક મહિના સરખુ ચાલ્યું હતું. કોર્ટમાં કેસ ચાલતો હોઇ તે વખતે પતિએ ધંધો કરવા હથયાર લાયસન્સ કઢાવવું છે એ માટે કેસ પાછો ખેંચી લેવા કહેતાં તેણે વિશ્વાસ રાખી કેસ પાછો ખેંચી લીધો હતો. એ પછી પતિએ પાંચ લાખ માંગ્યા હતાં. પણ પોતાની પાસે ન હોઇ બેંકાંથી ૧II લાખની લોન લઇને રકમ આપી હતી.

શિબાનીએ ફરિયાદમાં આગળ જણાવ્યું  છે કે હવે ફરીથી પતિ-સાસુ-સસરા અને નણંદે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું છે. પતિ દારૂ પીને આવે છે અને ગાળો દઇ મારકુટ કરી છુટાછેડા આપી દેવા ધમકી આપી છે. આ કારણે તેણીએ ૧૮૧ બોલાવી ફરિયાદ કરી હતી. ત્યાંથી મહિલા પોલીસ મથકે પહોંચી એફઆઇઆર લખાવી છે. પીએસઆઇ એન. એસ. સવનીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

(3:42 pm IST)