Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બાઇકની ઠોકરે સાઇકલ ચડી જતાં ઘવાયેલા આનંદનગરના કડીયા પ્રૌઢ હરેશભાઇનું મોત

રાજકોટ તા.૨૫: સોળ દિવસ પહેલા ગોંડલ રોડ પર બોમ્બે હોટેલ નજીક સાઇકલને પાછળથી સ્હેજ ટક્કર લાગી જતાં સાઇકલ પરથી પડી ગયેલા આનંદનગરના કડીયા પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ આનંદનગરમાં રહેતાં હરેશભાઇ રતિલાલ ટાંક (ઉ.૫૫) નામના કડીયા પ્રૌઢ તા. ૯/૪ના સવારે પોણા નવેક વાગ્યે સાઇકલ હંકારીને મક્કમ ચોકથી માલવીયા ચોક તરફ જઇ રહ્યા હતાં ત્યારે પાછળથી કોઇ બાઇકની ટક્કર અડી જતાં પડી જતાં ઇજા થઇ હતી. સારવાર દરમિયાન ગત રાત્રે સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. એ-ડિવીઝનના પીએસઆઇ એ.જી. અબાસણા અને વિજયભાઇ બાલસે જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:41 pm IST)