Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

મિલપરામાં રબારીકા ગામના કાઠી વૃધ્ધને આંચકી ઉપડ્યા બાદ મોત

ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડ પરથી ઓળખ થઇ

રાજકોટ તા. ૨૫: મિલપરા-૧માં અજાણ્યા વૃધ્ધને આંચકી ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં કોઇએ ૧૦૮ને જાણ કરતાં તેના ઇએમટીએ પહોંચી તપાસ કરી તેમને મૃત જાહેર કરતાં ભકિતનગરના એએસઆઇ સુભાષભાઇ વી. ડાંગર અને નિલેષભાઇએ ત્યાં પહોંચી તપાસ કરતાં મૃતક પાસેથી આધારકાર્ડ મળ્યું હતું. તેના આધારે તપાસ થતાં  તેઓ જેતપુરના રબારીકા ગામના વતની મુળુભાઇ એભલભાઇ કરપડા (કાઠી) (ઉ.૭૦) હોવાનું ખુલતાં તેમના ભાઇને જાણ કરાઇ હતી. મુળુભાઇ કેટલાક સમયથી રાજકોટ આવ્યા હતાં.

(3:41 pm IST)