Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

એલ.આઈ.સી.દ્વારા રાજકોટના સુપર વુમન એજન્ટ વૈશાલીબેન કારીયાને ગોલ્ડ મેડલ એનાયત

ચેરમેન કલબની મેમ્બરશીપની લેનાર પ્રથમ એજન્ટનો રેકોર્ડ સર્જેલ

રાજકોટ,તા.૨૫: એલ.આઈ.સી. દ્વારા રાજકોટના સુપર વુમન એજન્ટ વૈશાલીબેન દિનેશભાઈ કારીયાને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ છે. ''લોગ વહિ સફલ હોતે હૈ જો સપને દેખતે હૈ, ઔર ઉન્હે પુરા કરને કો હરપલ તૈયાર રહેતે હૈ'' વૈશાલીબેને આ વાકયને યથાર્થ ઠેરવેલ છે, તેમણે વર્ષ ૨૦૦૨માં જયારે એલ.આઈ.સી.ની એજન્સી લીધેલ ત્યારે જ તેમણે ચેરમેન કલબની સદસ્યતા મેળવવાનું સ્વપ્ન નિહાળેલ અને તેમણે તેમના પતિ શ્રી દિનેશભાઈ કારીયા, વિકાસ અધીકારી શ્રીકિરીટભાઈ પટેલ અને કુટુંબીજનોના સાથ- સહકાર અને માર્ગદર્શનથી ફકત ત્રણ વર્ષના ખુબ જ ટુંકા સમયમાં ચેરમેન કબલની મેમ્બરશીપ લેનાર રાજકોટ શાખા નં.૪ના પ્રથમ એજન્ટનો રેકોર્ડ સર્જેલ અને ૨૦૦૫થી સતત ચેરમેન કલબની મેમ્બરશીપ ધરાવે છે. જીવન વિમાના વ્યવસાયની ૧૭ વર્ષની લાંબી મંઝીલ દરમ્યાન તેઓ અનેક વખત એમ.ડી.આર.ટીની મેમ્બરશીપ મેળવી ચૂકયા છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૮- ૧૯માં વૈશાલીબેન તેમના વિકાસ અધીકારી શ્રી કિરીટભાઈ પટેલની ટીમમાં પોલીસી કાઉન્ટમાં બીજા સ્થાને તથા એલ.આઈ.સી. રાજકોટ શાખા નં.૪માં ટોપ ૧૦માં સ્થાન મેળવેલ છે. આ તકે સીની.ડિવી.મેનેજર શ્રી ગોવિંદ અગ્રવાલ, માર્કેટિંગ મેનેજર કેતનભાઈ બારાઈ, શાખા અધિકારી શ્રી ભટ્ટ તથા વિકાસ અધીકારી શ્રી કિરીટભાઈ પટેલએ અભિનંદન પાઠવવા સાથે વર્ષ ૨૦૧૯માં એમ.ડી.આર.ટી. બનવાની શુભેચ્છા આપેલ છે.

એલ.આઈ.સી.સમાયંતરે એજન્ટ મિત્રોના વિકાસ માટે અલગ- અલગ ઓફર રજુ કરે છે. જેના હકારાત્મક પ્રતિસાદ સ્વરૂપે વૈશાલીબેન હંમેશા તત્પર રહે છે. તેમજ તાજેતરમાં જ માર્ચ- ૨૦૧૯ની એલ.આઈ.સી. પ્રસ્તુત ગોલ્ડ મેડલ ઓફર માટે જરૂરી ૨૨ પોલીસી તા.૮માર્ચ મહિલા દિવસના રોજ રજુ કરીને શાખાના પ્રથમ ગોલ્ડ મેડલ વિનર બનેલ.

આ તકે વૈશાલીબેને ૧૭ વર્ષના સફળતાના સહભાગી એવા સર્વે પોલીસી હોલ્ડરનો આભાર વ્યકત કરેલ. તેઓ અભ્યાસ / લગ્નખર્ચ કે પેન્શન માટેના આયોજનમાં વિશેષરૂપે મદદરૂપ થાય છે અને પોલીસી સર્વીસીંગ માટેની જુદી જુદી સેવાઓ જેવી કે પ્રીમીયમ કલેકશન, નોમીનેશન, પોલીસી લોન, મેચ્યોરીટી પેમેન્ટ વગેરે માટે મદદરૂપ થવા માટે હંમેશા તત્પર રહે છે. તેઓ સફળ વીમા એજન્ટ હોવાથી એલ.આઈ.સી.દ્વારા પ્રીમીયમ કલેકશન સેન્ટર પણ આપવામાં આવેલ છે. જેથી તેમના પોલીસી હોલ્ડરને વધુ સારી રીતે પ્રીમીયમ ભરવા માટેની સગવડ આપતું હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:40 pm IST)