Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

રાજકોટના યુવા એડવોકેટ કલ્પેશ વાઘેલાને ડી.જજ દ્વારા સન્માનિત કરાયા

સૌથી વધુ કલેઇમ કેસો પૂરા કરવા બદલ

રાજકોટ, તા.રપ : રાજકોટના મોટર એકસીડન્ટ કલેઇમ પીટીશનર એડવોકેટનું એન્યુઅલ ફકશન તા. ર૪ના રોજ રાખવામાં આવેલ હતું. તે દરમ્યાન રાજકોટના પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રી ગીતા ગોપી મેડમ દ્વારા રાજકોટમાં વાહન અકસ્માતમાં ઇજા તથા મૃત્યુના વળતરના દાવાના સૌથી વધુ કેસ ફેસલ કરવા બદલ રાજકોટના યુવા વકીલ શ્રી કલ્પેશભાઇ કે. વાઘેલાને પુરષ્કાર તથા એવોર્ડ એનાયત કરવામાં આવેલ. આ ઉપરાંત કલ્પેશભાઇ કે. વાઘેલાની યુવા ટીમના સભ્યો વકીલશ્રીઓ રવિન્દ્ર ડી. ગોહેલ , શ્યામ જે ગોહિલ, ભાવિન આર. પટેલ, કુલદીપ પી. ધનેશા, હેમંત એલ. પરમાર તેમજ અર્જુન ડી. કારીયા (ગઢવી) તથા વિવેક ગઢવીએ પણ કલ્પેશભાઇ કે. વાઘેલાને અભિનંદન પાઠવ્યા હતા.

(3:37 pm IST)