Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીને જન્મદિનની શુભેચ્છા પાઠવતા મહિલા અગ્રણીઓ

રાજકોટ, તા.૨પઃ શહેર ભાજપના મહિલા મોરચાના પ્રભારી અને પૂજીત રૂપાણી મેમોરિઅલ ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીનો આજે તા.૨પ એપ્રિલના જન્મ દિવસ છે. આ તકે મેયર બિનાબેન આચાર્ય અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ શુભેચ્છા પાઠવી છે.

બિનાબેન અને ભાનુબેન જણાવે છે કે,અંજલીબેન રૂપાણી ગરીબ અને ફચળાયેલા અને કચરો વીણતા બાળકોના ઉદ્ઘાન માટે કામગીરી કરી રહેલ છે. આ ઉપરાંત ગરીબવર્ગના બાળકોને ધોરણ-૦૮ પછી ઉચ્ચત્ત્।ર અભ્યાસ મળે તે માટે ટ્રસ્ટના માધ્યમથી દતક લઇ તેમની શૈક્ષણિક જવાબદારી બજાવે છે. આજ સુધીમાં ઘણા બાળકો ડોકટર, એન્જીનીયર, પ્રોફેશર વિગેરે જેવી અગત્યની ફરજો બજાવે છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાં પણ ખૂબ જ ખંતથી પોતાની જવાબદારી નિભાવે છે. અંજલીબેન રૂપાણી ખૂબ જ લોક ચાહના ધરાવે છે.અંજલીબેનનું આરોગ્ય ખુબ જ સારું રહે, લાંબુ આયુષ્ય ભોગવે અને સમાજ સેવાના અનેક શિખરો સર કરે તેવી  તેઓએ શુભેચ્છા પાઠવી છે.

(3:30 pm IST)