Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ઇન્ડીપેન્ડન્ટ ટીવીએ મોટા ભાગની ચેનલો બંધ કરી દીધીઃ રાજકોટ મોબાઇલ એસો. અને ઇલેકટ્રીક એસો.ની પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટ મોબાઇલ એસોસિએશન તથા રાજકોટ ઇલેકટ્રોનિક એસોસિએશને આજે પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે કે ઇન્ડીપેન્ડન્ટ ટીવીએ બધા ડીલર્સ અને કસ્ટમરને એક વર્ષમાં ૧૨ એચડી ચેનલ સાથે ૨૮૦ ચેનલ આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ફકત બે જ મહિનામાં વધારે પડતી ચેનલ બંધ કરી દીધી છે. ડિસ્ટ્રીબ્યુટર્સને આ બાબતે ફરિયાદ કરવામાં આવતાં યોગ્ય જવાબ અપાતો નથી. ગ્રાહકોને  જવાબ આપવા મુશ્કેલ થઇગયા છે. ડિસ્ટ્રીબ્યુટર દ્વારા બોકસમાં એક વર્ષની વોરન્ટી અપાઇ હતી. તેમાં પણ ત્રણ મહિના પછી બોકસ બદલવાનો ચાર્જ રૂ. ૨૫૦ ચાલુ કરી દીધો છે. આમ બેફામ લૂંટ ચાલુ થઇ છે. આ બાબતે યોગ્ય પગલા લેવા અમારી માંગણી છે.

(3:28 pm IST)