Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

પોલીસ કમિશનર કચેરી પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૫: શહેર પોલીસ કમિશનર કચેરી બહાર ફૂટપાથ પર અજાણ્યા આશરે ૪૦ થી ૪૨ વર્ષના પુરૂષ બેભાન પડ્યા હોઇ ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તેનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ જાણ કરતાં પ્ર.નગરના પીએસઆઇ કે. ડી. પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. બિમારીથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:56 am IST)