Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

પુરવઠાનું ઓનલાઇન સર્વર રાજકોટ સહિત રાજયભરમાં ઠપ્પઃ સેંકડો કાર્ડ ધારકો હેરાન પરેશાનઃ ધરમ ધક્કા

સવારથી કામગીરી ખોરવાઇઃ સતત ત્રીજા દિવસે ઝોનલ કચેરીઓમાં જવાબદારો ગેરહાજર

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સહિત રાજયભરમાં પુરવઠાની ઓન લાઇન કામગીરી આજ સવારથી ખોરવાઇ ગઇ હતી, સર્વર ઠપ્પ થઇ ગયું હતું. સવારે ચાલુ થયું તો સાવ ધીમુ ચાલતુ હતું. માંડ ૧પ થી ર૦ એક અરજદારની કામગીરી થઇ શકતી હતી, અધુરામાં બપોરે ૧ર વાગ્યાથી તો સાવ ઠપ્પ થઇ જતા સેંકડો કાર્ડ ધારકોને ધોમધખતા તાપમાં ચારેય  ઝોનલ કચેરીએ પારાવાર પરેશાની ભોગવવી પડી હતી, ધરમ ધક્કા થયા હતાં.

અધુરામાં પુરૂ તા. રર-ર૩ બે દિવસ પુરવઠાની ઝોનલ કચેરીમાં કામગીરીનો થઇ, પરંતુ આજે સતત ત્રીજા દિવસે પણ ઝોનલ કચેરીમાં કોઇ જવાબદાર હાજર નહોતું., લોકો પુછપરછ માટે આમથી તેમ ભટકી રહ્યા હતા, પુરવઠાની આવી નીષ્ક્રિયતા સામે રાજકોટના કાર્ડ હોલ્ડરો-દૂકાનદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

(3:49 pm IST)