Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભવનો- તમામ કોલેજોમાં નૂતન પાંચ પ્રકલ્પો કાર્યરત કરાશે

પાંચ પ્રકલ્પોનો અમલ યુનિવર્સિટી સ્થિત ભવનો તથા સંલગ્ન તમામ કોલેજોમાં કરવામાં આવશે : પ્રકલ્પોના કો-ઓર્ડીનેટર તરીકે સિન્ડીકેટ સભ્ય અને ડીનશ્રી ડો. મેહુલ રૂપાણી કાર્યરત

રાજકોટ, તા. ર૪ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૧ મે ર૦૧૯ના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભવનો તથા સંલગ્ન તમામ કોલેજોમાં નૂતન પાંચ પ્રકલ્પ કાર્યરત કરવામાં આવનાર છે.

આ પાંચ પ્રકલ્પોમાં ભવનો તથા સંલગ્ન તમામ કોલેજોમાં કલાસરૂપ ટીચીંગ વધે તેવા પ્રયત્નો હાથ ધરાશે. મોરલ વેલ્યુઝ પર વ્યાખ્યાન/ સેમીનારનું આયોજન કરાશે. વર્ષમાં બે સ્પોર્ટસ એકટીવીટીઝનું આયોજન કરાશે. પ્લાસ્ટીક ફ્રી કેમપસ અને વ્યસન મુકિત પ્રોગ્રામ ધરવામાં આવશે.

આ પાંચ પ્રકલ્પો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તમામ ભવનો તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં કાર્યરત કરવામાં આવશે અને આ પ્રકલ્પોના કો-ઓડીનેટર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અને સાયન્સ ફેકલ્ટીના ડીનશ્રી ડો. મેહુલભાઇ રૂપાણી કાર્યરત રહેનાર છે.

આ પ્રકલ્પોને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી, તથા સર્વે સિન્ડીકેટ સભ્યશ્રીઓ ડો. મેહુલભાઇ રૂપાણી, ડો. ભાવીનભાઇ કોઠારી, ડો. નેહલભાઇ શુકલ, ડો. જી.સી. ભીસાણી, ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ડો. ભરતભાઇ રામાનુજ, ડો. વિજયભાઇ પટેલ, ડો. વિમલભાઇ પરમાર, ડો. અનિરૂધ્ધસિંહ પઢીયાર, ડો. પ્રફુલ્લાબેન રાવલ, ડો. ધરમભાઇ કૉબલીયા, ડો. પ્રવિણસિંહ ચૌહાણ, ડો. ભરતભાઇ વેકરીયા, ડો. હરદેવસિંહ જાડેજા કાર્યરત છે.

(3:33 pm IST)