Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાત્રે રાજકોટમાં કરીયાણા- મેડીકલ સ્ટોરોમાં લાઈનો લાગી

દેશભરમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત થતાં

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગતરાતે ૮ વાગ્યે રાષ્ટ્રજોગ પ્રવચનમાં દેશભરમાં ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરતા રાત્રીના સમયે રાજકોટમાં કરિયાણાની દુકાનોમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા અને મેડિકલ સ્ટોરમાં દવા લેવા લોકોની  લાઈનો લાગી હતી. દેશવ્યાપી ૨૧ દિવસના લોકડાઉન માટે લોકો તૈયાર રહેવા કે કોઈ વસ્તુ નહીં મળે તો તેવી ભીતિને કારણે લોકો ખરીદી માટે ઉમટી પડયા હતા.

(4:17 pm IST)