Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોંગ્રેસનાં કોર્પોરેટરો લોકોની વ્હારેઃ વોર્ડ નં. ૧૩નાં જાગૃતીબેન ડાંગરે મહિલા દર્દીને દવાઓ લાવી આપી

વોર્ડ નં. ૧૮ માં નિર્મળ મારૂ દ્વારા સેવા માટે કન્ટ્રોલ રૂમ શરૂ

રાજકોટ તા. રપઃ વર્તમાન લોકડાઉનની સ્થિતિમાં લોકોને દવા સહિતની જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવા માટે કોંગ્રેસનાં કેટલાક કોર્પોરેટરો પ્રજાની વ્હારે આવ્યા છે.

વોર્ડ નં. ૧૩માં એક દુબઇથી એક સોની પરિવાર ર દિવસથી આવેલ છે જેમને કોરન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે જેમાં પુષ્પાબેન પાયલબેન અને રિયા ૭ વર્ષની બાળકીને રાખવામાં આવેલ છે આજરોજ પુષ્પાબેન બી.પી.ની તકલીફ ઉભી થતા દવા માટે તેઓ બહાર જઇ શકે એમ નો હોઇ વોર્ડ ૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરનો ફોન દ્વારા સંપર્ક કરતા તેઓએ રૂબરૂ મુલાકાત લઇને મેડીકલ સ્ટોરમાંથી દવાની વ્યવસ્થા અને બીજી જરૂરી સામાન જાતે લઇને આપી આવ્યા ટોટલ ૩ જગ્યા એ કોરન્ટાઇન પ વ્યકિતને કરવામાં આવેલ વોર્ડ નં. ૧૩ માં કોઇપણ પ્રકારની મદદ ની જરૂર હોય તો કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરનો સંપર્ક કરવો મોબાઇલ નંબર ૯૭ર૩૦ ૮૮૮૮૮ અને તે લોકો ને વિનંતી તેઓ બહાર ના નીકળે અને સહકાર આપે તેવો અનુરોધ જાગૃતિબેન ડાંગરે કર્યો છે.

જયારે વોર્ડ નં. ૧૮ ની તમામ જાહેર જનતાને અત્યારે આવી પડેલ કોરોના વાયરસની મહામારીના સંદર્ભે હું કોર્પોરેટર નિલેશભાઇ મારૂએ અપીલ કરી છે કે સરકારશ્રીના નિયમોનું સંપુર્ણ પણે પાલન કરે. કોઇપણ ચોક કે શેરી વિસ્તારમાં કામ સિવાય બહાર ન નીકળો તમારૃં તથા તમારા પરિવારનું ધ્યાન રાખો કોઇપણ જાતની ખોટી અફવાથી દુર રહો આ વોર્ડની જાહેર જનતાને કોઇપણ જાતનું કામ હોય તો નિર્મળભાઇનું કાર્યાલય સવારે ૯ થી રાત્રે ૮ કલાક સુધી ચાલુ છે. તેઓનો મો. ૯૭૧૪૯ પપપપપ સંપર્ક કરવા તેઓએ અનુરોધ કર્યો છે.

(3:26 pm IST)