Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

વોર્ડ નં. ૧૪માં પાણી ચોરી કરતા બે ઝડપાયા

પુજારા પ્લોટ અને ગાયત્રીનગર વિસ્તારમાંથી ડાયરેકટ પમ્પીંગ કરતા બે કિસ્સા પકડતી વોટર વર્કસની ટીમ : ૨ હજારનો દંડ : ૧ ઇલેકટ્રીક મોટર જપ્ત

રાજકોટ તા. ૨૫ : શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે શહેરના વોર્ડ નં. ૧૪માં આવેલ સોસાયટીઓમાં ચેકિંગ કરવામાં આવેલ હતું. ચેકિંગ દરમ્યાન બે (૦૨) ડાયરેકટ પમ્પીંગ કરતા આસામીઓ પકડાયેલ અને તેમની પાસેથી દંડ વસુલ કરવામાં આવેલ હતો અને ઇલેકિટ્રક મોટરની જપ્તિ કરવામાં આવેલ હતી.ઙ્ગ

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ વોર્ડ નં.૧૪ની વોટર ચેકીંગ સ્કવોડ દ્વારા પુજારા પ્લોટ માંથી ડાયરેકટ પમ્પીંગ કરતા એક આસામીઓ પાસેથી દંડ પેટે રૂ.૨,૦૦૦ વસુલ કરવામાં આવેલ હતા તેમજ ગાયત્રીનગર શેરી નં.૧/૧૦ માં અન્ય એક આસામીએ દંડની રકમ ભરવા ઇન્કાર કરતા મોટર જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી, જે પણ આસામી દ્વારા પાણી ચેકિંગ  કરવા દેવામાં ન આવતા વીજીલન્સ ટીમને બોલાવવામાં આવી હતી અને વીજીલન્સ ટીમની હાજરીમાં મોટર જપ્તીની કાર્યવાહી કરવામાં આવેલ હતી. ઉપરાંત આસપાસના વિસ્તારોમાં નાગરિકોને પાણી બગાડ ન કરવા તેમજ ડાયરેકટ પમ્પીંગ ન કરવા જાગૃત કરવામાં આવેલ હતા.

આ સમગ્ર કાર્યવાહી ટીમ લીડર શૈલેશ મહેતા, ડેપ્યુટી એન્જીનીયર જી.જે.સુતરીયા, આર.જી.પટેલ, વોર્ડ ઓફીસર આરતી નિમ્બાર્ક તેમજ આસી. એન્જીનીયર આર.આર.શાહ, સેનેટરી ઇન્સપેકટર  ડી.કે.વાજા અને ફીટર દિલીપ મિરાણી દ્વારા કરવામાં આવેલ હતી.

(4:26 pm IST)