Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

બાળકને રસ લેતા કરી દયે એ જ ખરૂ શિક્ષણ : રમેશભાઇ ઓઝા

સાંઇ લક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા યોજાયો રસપ્રદ કાર્યક્રમ 'ક કેળવણીનો ક'

રાજકોટ : સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા 'ક કેળવણીનો ક' શીર્ષકતળે એક જ્ઞાન સભર કાર્યક્રમ યોજાયો હતો. ભાગવતાચાર્ય શ્રી રમેશભાઇ ઓઝાએ આ અવસરે બોધ આપતા જણાવેલ કે ક થી શરૂ થતી શરૂઆત એ બાળકમાં રસ કેળવનારી હોવી જોઇએ. શિક્ષણના નામે બાળક પર થઇ રહેલો આતંક બંધ કરવો જોઇએ. બાળકને માર્કશીટની રેસમાં ન નાખો. શીખવવાની જગ્યાએ કેળવવાની સમજ આપો. બાળક આપોઆપ રસ લેતુ થઇ જાય એ જ સાચુ શિક્ષણ કહેવાય. નચિકેતા સ્કુલીંગ સીસ્ટમના સ્થાપક અને જાણીતા હાસ્યકાર સાંઇરામ દવેએ આ તકે જણાવેલ કે શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. સારા અને નવા પુસ્તકો બાળકો માટે ખુબ જરૂરી છે. બાળ સાહિત્યથી તેમનું માનસ ખીલશે. ખાસ બાળકો માટે જ સાંઇરામ દવેએ લખેલ પૂસ્તક 'મામાનું ઘર કેટલે?'  નું આ પ્રસંગે વિમોચન કરવામાં આવ્યુ હતુ. શિક્ષણવિદ્દ ભદ્રાયુભાઇ વછરાજાનીએ વાલીઓની બાળકો સાથેની દુરીની વાતને વાલીઓ સામે રજુ કરી હતી. બાળકોને સમય આપવાની જરૂરીયાતનો સમય પાકી ગયો છે.

(4:24 pm IST)